- 'મતદારો ઘરબહાર નીકળી મતદાન કરે તેમ કરવામાં આ યુતિને સફળતા જ્યારે બૂથ સ્તરે કાર્યકરો સક્રિય કરવામાં કોંગ્રેસને નિષ્ફળતા'

મુંબઇ, તા.૩૦ એપ્રિલ 2019, મંગળવાર
લોકસભાની ૨૦૦૯ અને ૨૦૧૪ની ચૂંટણીઓની તુલનાઓ આ વખતે ચોથા તબક્કાના સોમવારને ૨૯મી એપ્રિલે યોજાયેલા મતદાન માટે મુંબઈ સહિતના રાજ્યના શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારો ઉમટયા (ટરન આઉટ) તેનો અર્થ ભાજપ-શિવસેના માટે સારા સમાચાર તરીકે કરી શકાય.
મુંબઈમાં ૨૦૧૪માં ૫૧.૪૯ ટકા મતદાન થયું હતું. પરંતુ આ વખતે તે વધીને ૫૫.૧૧ ટકા થયું છે. જોકે મોટા ભાગના ગ્રામીણ મતક્ષેત્રોમાં મતદાનની ટકાવારી ઘટી છે.
સોમવારે ચોથા અને અંતિમ તબક્કામાં રાજ્યના ૧૭ સંસદીય મતક્ષેત્રોમાં મતદાન યોજાયું તે બાદ રાજ્યમાં એકંદર ટર્ન આઉટ ૬૦.૬૮ ટકા (હંગામી) નોંધાયો હતો જે ૨૦૧૪માં ૬૦૩૨ ટકાનો હતો. ચોથા તબક્કામાં ૫૭ ટકા (હંગામી)નો ટર્ન આઉટ નોંધાયો હતો જે ૨૦૧૪માં ૫૫.૫૯ ટકાનો હતો.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે મતદાનની ટકાવારી પરથી પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે શાસક ભાજપ-સેના યુતિને તેમના મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને બૂથ સ્તરે તેમના કાર્યકરોને સક્રિય કરવામાં દેખીતી નિષ્ફળતા મળી છે.
મુંબઈના કાંદિવલીના મહાવીરનગર, મુલુંડ અને ઘાટકોપર જેવા વિસ્તારોમાંના ભાજપને વફાદાર મતદારો મતદાન માટે કલાકો સુધી કતારમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા.
આ સ્પષ્ટપણે દર્શાવે છે કે શાસક યુતિને તેમના મતદારો ઘર બહાર નીકળે અને તેમના ઉમેદવારોને મત આપે તે નિશ્ચિત કરવામાં સફળતા મળી છે. આ સ્થિતિમાં ભાજપ-ેસના મુંબઈની છએ છ અથવા ઓછામાં ઓછી પાંચ બેઠકો મેળવે તો તે આશ્ચર્યજનક નહીં ગણાય એમ એક વિશ્લેષકે કહ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J6supV
via Latest Gujarati News
0 Comments