
મુંબઇ, તા.૩૦ એપ્રિલ 2019, મંગળવાર
મહારાષ્ટ્રમાં આગ ઝરતી ગરમી કેર વર્તાવી રહી છે. ચામડી દઝાડતા પવનને લીધે ઉષ્માઘાતે મરાઠાવાડામાં પાંચ જણનો અને અકોલા તથા નગર જિલ્લામાં ત્રણ જણનો ભોગ લીધો હતો.
મરાઠવાડાના બીજ જિલ્લામાં રાજાપુર ગામે સુમંતબાઈ બેડકે (ઉં. વ. ૪૫), બીડસાંગવી ગામે દત્તાત્રય ચવ્હાણ (ઉં. વ. ૧૭), હિંગોળી જિલ્લાના ગોજેગાંવમાં સંતોષ નાગરે (ઉં. વ. ૬૫) વસમત તાલુકામાં લક્ષ્મણ કાંબળે અને લાતુર જિલ્લામાં ચાર મહિનાના બાળકનું ઉષ્માઘાતને લીધે છેલ્લા બે દિવસ દરમિયાન મૃત્યુ થયું હતું.
આવી જ રીતે અકોલા અને નગર જિલ્લામાં ઉષ્માઘાતે ત્રણનો ભોગ લીધો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IRUJJN
via Latest Gujarati News
0 Comments