વિદર્ભમાં આગ વરસાવતી ગરમીને લીધે સ્કૂલો બંધ રાખવાનો આદેશ


નાગપુર, તા.૩૦ એપ્રિલ 2019, મંગળવાર

વિદર્ભમાં ઉષ્ણતામાનનો પારો ૪૫ ડિગ્રીનો આંક વટાવતા મે મહિના દરમિયાન સ્કૂલો બંધ રાખવાનો આદેશ નાગપુરના જિલ્લા અધિકારીએ આપ્યો છે. વિદર્ભના અકોલામાં તો ત્રણ દિવસ પહેલાં તાપમાન ૪૬ ડિગ્રીથી વધી જતા એક યુવાન ઉષ્માઘાતથી મોતને ભેટયો હતો. અન્યત્ર બીજા બે જણ મૃત્યુ પામ્યા હતા.

મે મહિનામાં તમામ સરકારી, બિનસરકારી, ખાનગી સ્કૂલો અને કોલેજો બંધ રાખલ્નો જિલ્લા અધિકારી તરફથી આદેશ આપવામાં આવ્યો છે. પરીક્ષા લેવાની હોય અથવા તો સ્પેશિયલ ક્લાસીસ રાખવા હોય તો એ કામ સવારે ૧૧ વાગ્યા પહેલાં આટોપી લેવાની તાકીદ કરવામાં આવી છે. ઘોમધમતા તડકામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્કૂલે જવું ન પડે માટે આ આદેશ આપવામાં આવ્યો છે, જો કે રાજ્ય સરકારનો આ આદેશ સીબીએસઇની સ્કૂલોને લાગુ નહીં પડે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J3l3zM
via Latest Gujarati News

Post a Comment

0 Comments