ઉત્તર મુંબઇમાં સૌથી વધુ મતદાન ભાજપને ફળશે કે કોંગ્રેસને


મુંબઇ, તા.૩૦ એપ્રિલ 2019, મંગળવાર

ભાજપનો ગઢ મનાતો ઉત્તર મુંબઇ લોકસભાની બેઠક પર કાર્ય સમ્રાટ અને વર્તમાન સાંસદ તેમજ ભાજપ- શિવસેના મહાયુતિના ઉમેદવાર ગોપાલ શેટ્ટી અને કોંગ્રેસ તરફથી ફિલ્મ કલાકાર ઉર્મિલા માતોંડકર વચ્ચે ચૂંટણી જંગ છે. પણ આ બેઠક પર મુંબઇ તમામ બેઠક કરતાં ઉત્તર મુંબઇમાં મતદારો ખોખલે મતદાન કરતા અહીં સૌથી વધુ મતદાન થયું છે. એટલે કે ૫૯.૩૧ ટકા મતદાન થયું છે. 

બોરીવલી, કાંદિવલી, દહિંસર, ચારકોપ અને મલાડનો અમુક હિસ્સા પર ભાજપની મજબૂત પકડ છે. છતાં અહીં કોંગ્રેસની ઉર્મિલા માતોંડકરે જોરદાર ટક્કર આપી છે. છતાં મતદારોના મિજાજ જોતા માતચોંજકરને ગોપાલ શેટ્ટી ખાસ એવા મતને પછાડ આપે એવી ભારોભાર શક્યતા છે. 

બોરીવલી વિધાનસભા મતદાર ક્ષેત્ર ભાજપનો સૌથી મજબૂત ગઢ છે. અહીં ભાજપના પરંપરાગત મતો છે. જો ગોપાલશેટ્ટી માટે મહત્વનો છે. માગાઠાણે વિસ્તારમાં ભાજપને કદાચ ઓછા મત કારણ કે અહીં મરાઠી સમાજનો વર્ગ મોટા પ્રમાણ છે. 

આ સિવાય મલાડના માલવણી વિસ્તારમાં પણ ભાજપને ઓછા મત મળે એવી શક્યતા છે. પરંતુ એકંદરે બાકી બધા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપની પકડ મજબૂત છે. આથી આગામી ૨૩મેના રોજ ખબર પડશે કે ગોપાલ શેટ્ટી ગત વર્ષ ૨૦૧૪ ચૂંટણી મુજબ ઐતિહાસિક મત હાંસલ કરી શકે કે નહીં. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IOz7Ok
via Latest Gujarati News

Post a Comment

0 Comments