મુંબઇ પાલિકાના ચાર વોર્ડની પેટા-ચૂંટણી સામે વચગાળાનો સ્ટે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.17 મે 2019, શુક્રવાર

કાસ્ટ વેરિફિકેશન કમિટીએ જાતિનો દામલો બોગસ ઠરાવ્યા બાદ નગરસેવક પદ રદ્દ કર્યા છે. તેની પાર્શ્વભૂમિ પર રાજ્યના ચૂંટણી આયોગે મુંબઇ મહાનગર પાલિકાના પશ્ચિમ ઉપનગરમાં ખાલી પડેલા વોર્ડની (પાલિકાના મતદારક્ષેત્ર) પેટા ચૂંટણી જાહેર કરવાની તૈયારી કરી છે. પણ પેટાચૂંટણી ૧૨ જૂન સુધી જાહેર નહિ કરવાનો એવો આદેશ વડી અદાલતે ચૂંટણી કમિશને આપ્યો છે. એટલે કે મુંબઇ મહાનગર પાલિકાના ચાર વોર્ડની પેટાચૂંટણીને સ્થગિતી આપી છે.

કાસ્ટ વેરિફિકેશન કમિટીએ જાતિનો દાખલો બોગસ હોવાના પ્રકરણે મુંબઇ મહાનગર પાલિકાના મતદાર ક્ષેત્રના વોર્ડ નં.૩૨, ૭૬,૮૧ અને ૨૮ના નગરસેવક પદ રદ્દ કરાયું છે. તેની ઘોષણા પાલિકાના  સભાગૃહમાં મેયરે કરી હતી.

હવે આ ચાર વોર્ડમાં પેટાચૂંટણી કરવાની તૈયારી રાજ્યના ચૂંટણી કમિશનરએ તૈયારી શરૂ કરી હતી. તેના વિરોધ કરીને તેમજ બીજા ક્રમાંકે પાલિકાની ચૂંટણીવેળા આપેલા ઉમેદવારને નગરસેવક પદ આપવાના હક સંબંધે વડી અદાલતના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. એમાં કોંગ્રેસના નિતીન સલાગરે, શિવસેનાના ગીતા ભંડારી, સંદીપ નાઇક અને શંકર હુંડારેનો સમાવેશ થાય છે.

ન્યાયાધીશ અજય ગડકરી અને ન્યાયાધીશ એન.એ. જામદારની હોલિડે બેન્ચ સમક્ષ આ ઉમેદવારોની ગુરુવારે સુનાવણી થઇ હતી. ચૂંટણી કમિશને વડી અદાલતને જણાવ્યું હતું કે હાલમાં મતદાર યાદીને અપગ્રેડ કરાય છે. પરંતુ પેટાચૂંટણીની ઘોષણા થઇ નથી. મતદારોની યાદીમાં અપગ્રેડ કર્યા બાદ પેટા ચૂંટણીની શક્યતા છે. બન્ને પક્ષોની બાજુ સાંભળ્યા બાદ અદાલતે આ મામલે કેટલીક યાચિકા પ્રલંબિત છે, અચાનક ચૂંટણીની ઘોષણા કરવાથી યાચિકા કર્તાઓની ચાયિકા પર અસર પડી શકે છે.

આથી ચૂંટણી કમિશને ૧૨ જૂન સુધી પેટા ચૂંટણીની ઘોષણા નહિં કરવાનો આદેશ અદાલતે આપ્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LPljWf
via Latest Gujarati News

Post a Comment

0 Comments