થાણે જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ લીધો 11નો ભોગ


થાણે તા.17 મે 2019, શુક્રવાર

થાણે જિલ્લામાં સ્વાઇન ફ્લૂને કારણે છેલ્લા પાંચ મહિનામાં  ૧૧ દરદી મૃત્યુ પામ્યા હતા. અત્યારે સ્વાઇન પ્લૂના ૨૧ દરદીઓ સારવાર હેઠળ છે.

થાણે જિલ્લા હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લાં પાંચ મહિનામાં સ્વાઇન ફ્લૂના ૧૬૭ દરદીઓ નોંધાયા હતા. આમાથી ૧૧ દરદી મૃત્યુ પામ્યા હતા જ્યારે  ૨૧ દરદીઓની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જિલ્લા હોસ્પિટલ ઉપરાત મહાપાલિકાની છ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દરદીની સારવાર માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. આમ એકંદર ૧૦ સ્પેશિયલ વોર્ડમાં દરદીઓની સારવાર ચાલી રહી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JquyKv
via Latest Gujarati News

Post a Comment

0 Comments