
ચાર જવાનો સહિત 10 ભારતીયોનો ભોગ લેવાયો
(પીટીઆઈ) શ્રીનગર, તા. 6 મે, 2019, સોમવાર
રમઝાન માસ પહેલાં જ પાકિસ્તાની સૈન્યએ સરહદે યુદ્ધવિરામ ભંગ કરીને ભારતીય ચોકીઓ અને સરહદી ગામડાં ઉપર બેફામ તોપમારો કર્યો હતો. જેમાં ભારતીય લશ્કરના એક કર્નલ સહિત છ જવાન ઘાયલ થયા હતા. ભારતીય સૈન્યએ વળતી કાર્યવાહી કરી હતી.
રમઝાનના બરાબર પહેલાં પાકિસ્તાનના નાપાક સૈન્યએ સરહદે સીઝફાયર શરૃ રાખ્યું હતું. પૂંચ જિલ્લામાં આવેલી ક્રિશ્ના ઘાટી અને ડીગવાર સેક્ટરમાં આવેલી ભારતીય ચોકીઓ ઉપર પાક.ના સૈન્યએ ગોળીઓ વરસાવી હતી.
ભારતીય સૈન્યએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. એ દરમિયાન લશ્કરના કર્નલ એપી સિંહ સહિતના આઠ જવાનો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના લશ્કરે પૂંચ જિલ્લાના ડીગવાર સેક્ટરમાં પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો, જેમાં એક નાગરિક ઘાયલ થયો હતો. સુરક્ષાના કારણોસર શાળાઓ બંધ રાખી હતી.
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ ભારતીય લશ્કરને સર્ચ ઓપરેશન રમઝાન દરમિયાન ચાલુ ન રાખવાની વિનંતી કરી હતી. મહેબૂબાએ કહ્યું હતું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રમઝાન દરમિયાન ઓપરેશન બંધ કરવામાં આવે અને વળી સરહદે પણ શાંતિ જળવાય તેવા પગલાં ભરવામાં આવે. એ રજૂઆત પહેલાં જ પાકિસ્તાને લશ્કરી શાંતિનો ભંગ કરીને સીઝફાયર ચાલુ રાખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતીય સૈન્યએ રમઝાન દરમિયાન સર્ચ ઓપરેશન બંધ રાખ્યું હતું અને સરહદે શાંતિ જળવાય તે માટેની પહેલ કરી હતી, તેમ છતાં પાકિસ્તાને સીઝફાયર ચાલુ રાખ્યું હતું અને વળી આતંકવાદીઓએ પણ ભારતીય સુરક્ષાતંત્ર સામે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. એ દરમિયાન ભારતના આઠ જવાનો અને ચાર નાગરિકોનો ભોગ લેવાયો હતો.
બીજી તરફ ભારતીય સુરક્ષાતંત્રની જવાબી કાર્યવાહીમાં ૨૩ આતંકવાદીઓ ઠાર થયા હતા અથવા તો ઝડપી લેવાયા હતા. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારતે ગયા વર્ષે શાંતિ જાળવી રાખવા પહેલ કરી હતી. છતાં સુરક્ષાતંત્રને નિશાન બનાવવાનું ચાલુ રહ્યું હતું.
છેલ્લાં દોઢ માસમાં પાકિસ્તાનના લશ્કરે સરહદે ૫૧૩ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ભારતીય લશ્કરે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી તે પછી ૨૬મી ફેબુ્રઆરીથી સરહદી સંઘર્ષમાં ચાર જવાનો સહિત કુલ ૧૦નો ભોગ લેવાયો હતો અને ૫૦ને ઈજા થઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WtM8QG
via Latest Gujarati News
0 Comments