
(પીટીઆઇ) શ્રીનગર, તા. 11 મે, 2019, શનિવાર
જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં લોકોએ પથ્થરો મારતા ઉંચા પર્વતથી નીચે વહી રહેલા ઝરણામાં રિંછ પડી જવાનો વિડીયો વાયરલ થયો હતો.
સત્તાવાળાઓએ ઘટનાની તપાસનો આદેશ કર્યો હતો.કાશ્મીરના પ્રવાસન ડીરેકટર મેહમુદ શાહે ટ્વિટર પર મૂકેલા આઠ સેંકડના વિડીયામાં રાજ્યના લદાખમાં કારગિલ જિલ્લાના દ્રાસમાં લોકો રિંછને પથ્થરો મારતા દેખાય છે. પાસેના ગામડાના લોકોએ રિંછનો પીછો કરતાં રિંછ ઉંચા પહાડ પર મહામહેનતે ચઢી ગયો હતો, પરંતુ પથ્થરો વાગતા નિયંત્રણ ગુમાવી દેતાં તે નીચે ઝરણામાં પડી ગયો હતો.
રિંછ નીચે પડતો હતો ત્યારે લોકો ચીચીયારીઓ પાડી હસતા હતા. રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી મેહબુબા મુફતી સહિતના અન્ય લોકોએ સોશિયલ મીડિયામાં આ ઘટનાની ભારે ટીકા કરતાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.'હૃદયદ્રાવક અને અમાનવીય ઘટના. લોકો શા માટે તેમના રહેઠાણમાં ઘુસખોરી કરે છે?'એમ મેહબુબાએ લખ્યું હતું.
અનેક લોકોએ રિંછને પથ્થર મારનારાઓ સામે પગલાં ભરવાની માગ કરી હતી. ઘટનાની જાણ થતાં સત્તાવાળાઓએ રિંછને શોધવા અભિયાન હાથ ધર્યો હતો અને પથ્થર મારનાર કોમ કોણ હતા તેની પણ શોધ શરૃ કરી હતી. કારગિલના નાયબ કમિશનર બશીર ઉલ હક ચૌધરીએ તપાસનો આદેશ કર્યો હતો અને બ્રાઉન રિંછને શોધવા માટે ટીમ તૈયાર કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VVBmps
via Latest Gujarati News
0 Comments