મુંબઇ તા.17 મે 2019 શુક્રવાર
મોખરાના અભિનેતા રિતિક રોશનની આંખો પર તાજેતરમાં ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહર ફિદા થઇ ગયા હતા. જો કે રિતિકનું સમગ્ર વ્યક્તિત્વ બોલિવૂડના અન્ય કલાકારો કરતાં જુદું પડી જાય છે.
રિતિકની કસરતી કાયા, એની આંખો, એનો અભિનય અને એના ડાન્સ એને અન્ય કલાકારો કરતાં જુદો સાબિત કરે છે. તાજેતરમાં એણે એક સેલ્ફી સોશ્યલ મિડિયા પર શૅર કરી હતી અને લખ્યું હતું, સન સૂટ્સ મી, સેલ્ફી... એના ચહેરા પર ધૂળ લાગેલી દેખાય છે પરંતુ એ જાણે સૂર્ય સાથે દ્રષ્ટિ મેળવી રહ્યો હોય એવું આ ફોટોગ્રાફ પરથી લાગે છે. એને તડકો મૂંઝવતો નથી એવું એ માનતો હોય એવી પણ છાપ પડે છે.
રિતિકની આ સેલ્ફી અને એણે મૂકેલા સંદેશાને જોતજોતાંમાં એક લાખ લાઇક મળી હતી. પરંતુ ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરે જ્યારે અરે વાહના સૂચિતાર્થમાં વો આંખેં... એવો સંદેશો મૂક્યો ત્યારે હજ્જારો લોકોએ કરણને ટ્રોલ કર્યો હતો. કરણની સુપરહિટ મલ્ટિસ્ટાર ફિલ્મ કભી ખુશી કભી ગમમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, કાજો, કરીના કપૂર અને જયા બચ્ચન સાથે રિતિક રોશન ચમક્યો હતો. એણે અમિતાભ અને જયાના નાના પુત્રનો રોલ કર્યો હતો.
હાલ રિતિક પટણાના ગણિત શિક્ષક આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ કરી રહ્યો છે. આ ફિલ્મ જુલાઇની ૨૬મીએ રજૂ થવાની હતી પરંતુ તે દિવસે એકતા કપૂરની કંગના રનૌત અને રાજકુમાર રાવને ચમકાવતી ફિલ્મ મેન્ટલ હૈ ક્યા રજૂ થવાની હોવાથી સુપર ૩૦ની રિલિઝ ડેટ બદલવાની વાતો વહેતી થઇ હતી.
ઉપરાંત રિતિકને સિનિયર ફિલ્મ સર્જક સાજિદ નડિયાદવાલા ટાઇગર શ્રોફ સાથે એક એક્શન ભરપુર ફિલ્મમાં ચમકાવવાના છે.
.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JLE9uU
via Latest Gujarati News
0 Comments