પહેલાં રમૂજ કરી, પછી માફી માગી

મુંબઇ તા.17 મે2019 શુક્રવાર

શ્રીલંકન બ્યૂટી તરીકે ઓળખાતી જેક્લીન ફરનાન્ડિસે તાજેતરમાં બોલિવૂડના ડિઝાઇનર મીકી કોન્ટ્રેક્ટર સાથે એક જોક મારી હતી, પરંતુ પાછળથી પોતાની ભૂલ સમજાતાં એણે માફી માગી લીધી હતી.

સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલી વિડિયો ક્લીપ જોતાં ખ્યાલ આવે છે કે સ્ટેન્ડર અપ કોમેડિયન કપિલ શર્માના શોમાં આવતા એક પાત્ર બચ્ચા યાદવે મારેલા જોક પર જેક્લીને લીપ સીંક કર્યા બાદ એ હસી પડી હતી અને મીકી પણ જેક્લીનને સાથ આપવા હસી પડયો હતો. જો કે પાછળથી જેક્લીનને સમજાયું હતું કે આ રીતે જાહેરમાં મીકીની મજાક કરવાનું પગલું યોગ્ય નહોતું એટલે એણે મીકીની માફી માગતાં સંદેશો લખ્યો, સૉરી મીકી, મેં તમારી મજાક ઊડાવી... એણે મીકીને કીસ કરતી અને સૉરીનો અણસાર આપતી ઇમોજી પણ મૂકી. 

ક્યારેક ટોચના ફિલ્મ સ્ટાર્સ આવી હરકત કરી બેસતાં હોય છે. પછી માફી માગવાનો અર્થ નહીં કારણ કે કરોડો લોકોએ તમારી હરકત સોશ્યલ મિડિયા પર જોઇ હોય છે !



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jpkph4
via Latest Gujarati News

Post a Comment

0 Comments