મુંબઇ તા.17 મે2019 શુક્રવાર
મોખરાની અભિનેત્રી ફરી વાર માતા બનવાની છે કે શું એવો વિચાર આ અભિનેત્રીના ફેન્સે ટ્વીટર પર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં કરીના એના અભિનેતા પતિ સૈફ અલી ખાન સાથે ઉપનગરના એક ક્લીનીકમાં દેખાઇ હતી.
ક્લીનીકની આસપાસના લોકોને કરીના આવી હોવાની જાણ થતાં સ્વાભાવિક રીતેજ ક્લીનીકની આજુબાજુ કરીનાના થોડાક ફેન્સ પણ ગોઠવાઇ ગયા હતા.
જો કે સૈફ પહેલાં ક્લીનીકની બહાર આવ્યો હતોે અને એણે ફેન્સને તાકીદ કરી હતી કે કોઇએ અમારા ફોટા પાડવાના નથી. જો કે એની ચેતવણી આવી એ પહેલાં કેટલાક ઉત્સાહી લોકોએ મોબાઇલ કેમેરા દ્વારા ક્લીક કરી લીધું હતું.
એ પછી કેટલાક ફેન્સે ટ્વીટર પર એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે કરીના 'કદાચ' ફરી પ્રેગનન્ટ હતી. એકાદ બે ફેન્સે આ બંનેનો ક્લીનીકની બહાર આવી રહ્યાનો ફોટોગ્રાફ પણ સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો. આ ફોટો તરત વાઇરલ થયો હતો.
.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HvyOF7
via Latest Gujarati News
0 Comments