મુંબઇ તા.17 મે2019 શુક્રવાર
મોખરાની પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ આજકાલ ખૂબ ગુસ્સામાં છે. એણે સોશ્યલ મિડિયા પર પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. સિંગાપોર એરલાઇન્સ પર એણે પુણ્યપ્રકોપ વ્યક્ત કર્યો હતો.
શ્રેયાએ સિંગાપોર એરલાઇન્સમાં બુકિંગ કરાવ્યું હતું. એને એક સ્ટેજ પ્રોગ્રામ માટે જવાનું હતું. છેલ છેલ્લી ઘડીએ એરલાઇન્સે એને કહ્યું કે અમારી ફ્લાઇટમાં વાજિંત્રો લઇ જવાની પરવાનગી નથી. વાજિંત્રો વિના શ્રેયા પ્રોગ્રામ કરે કઇ રીતે અને છેલ્લી ઘડીએ આવી માહિતી આપવામાં આવે ત્યારે કલાકાર કરી કરીને શું કરે ?
શ્રેયાએ ટ્વીટર પર સિંગાપોર એરલાઇન્સની આકરી ઝાટકણી કાઢી હતી. એણે લખ્યું હતું કે કોઇ સંગીતકાર યા કલાકાર પોતાના વાજિંત્ર કે અન્ય કોઇ કિમતી સાધ ન સાથે પોતાની ફ્લાઇટમાં પ્રવાસ કરે એવું સિંગાપોર એરલાઇન્સ ઇચ્છતી નથી. ખેર, થેંક્યુ. મને એક નવો પાઠ શીખવા મળ્યો....
સિંગાપોર એરલાઇન્સના પ્રવક્તાએ આ વિશે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. એણે કહ્યું હતું કે અમે શ્રેયાની માફી માગી લીધી છે. અમારા તરફથી આ પ્રકરણ અહીં પૂરું થયું છે. જો કે એ લોકોએ એવો દાવો કર્યો હતો કે અમે શ્રેયા પાસેથી આ બાબતની પૂરી વિગતો માગી છે. ત્યારબાદ અમે અમારા સ્ટાફ સાથે નીપટી લઇશું
.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jv5r9B
via Latest Gujarati News
0 Comments