મુંબઇ તા.17 મે2019 શુક્રવાર
બોલિવૂડમાં એ લિસ્ટના ગણાતા થયેલા અભિનેતા આયુષમાન ખુરાનાની પત્ની તાહિરાએ કહ્યું હતું કે અમારા લગ્નજીવનમાં એક તબક્કે મેં છૂટાછેડા લેવાનો વિચાર કરેલો, એટલી હદે અમારા દાંપત્ય જીવનમાં કડવાશ પ્રવર્તતી હતી.
બોલિવૂડમાં પાવર કપલ તરીકે જાણીતા દંપતી આયુષમાન ખુરાના અને તાહિરા વચ્ચે હાલ તો અતૂટ બંધન પ્રવર્તે છે. હાલ તાહિરા કેન્સર સામે ઝઝૂમી રહી છે. આયુષમાન પોતાની સુપરહિટ નીવડેલી છેલ્લી બે ફિલ્મ અંધાધૂંધ અને બધાઇ હોના પ્રમોશનમાં બીઝી હતો ત્યારે એક દિવસ અચાનક જાહેર થયું હતું કે તાહિરાને કેન્સર થયું છે.
આયુષમાન ભાંગી ન પડે એ માટે ખુદ તાહિરાએ એને હિંમત બંધાવી હતી કે આપણે બંને સાથે મળીને કેન્સરને હંફાવીશું. તમે તમારી ફિલ્મોના પ્રમોશનમાં ધ્યાન આપો. સદ્ભાગ્યે બંને ફિલ્મો હિટ નીવડી અને બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડથી વધુ કમાણી પણ કરી. ઇવન ચીનમાં પણ બધાઇ હો ફિલ્મે ધીકતો ધંધો કર્યો.
એક ઇન્ટરવ્યૂમાં તાહિરાએ કહ્યું કે અમારા દાંપત્યજીવનમાં એક તબક્કો એવો પણ આવી ગયો જ્યારે મને સતત છૂટાછેડા લેવાના વિચારો આવ્યા હતા. આયુષમાન પરદા પર કોઇ હીરોઇનને કીસ કરે ત્યારે મને જબરદસ્ત ગુસ્સો આવતો હતો કે આ માણસને ફિલ્મોના શૂટિંગમાં મારી સાથે વાત કરવાનોય સમય નથી પરંતુ હીરોઇનને કીસ કરે છે...આટલું કહેતાં કહેતાં તો તાહિરા હસી પડી.
.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JRgB7A
via Latest Gujarati News
0 Comments