મુંબઇ તા.17 મે2019 શુક્રવાર
અભિનેત્રી સની લિયોનીના ભાઇ સંદીપ વ્હોરાએે એ વાતનો એકરાર કર્યો હતો કે પોતે બહેનના ફોટોગ્રાફ્સ વેચીને ધૂમ કમાણી કરી હતી.
સૌ કોઇ જાણે છે કે સની લિયોની એક સમયે પોર્ન સ્ટાર હતી. એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. સુપર સ્ટાર સલમાન ખાન સંચાલિત બીગ બોસની પાંચમી સીઝનમાં પહેલીવાર એ ચમકી ત્યારબાદ સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે એને ફિલ્મમાં અભિનય કરવાની તક આપી હતી. એ પછી તો સનીએ એકતા કપૂરની ફિલ્મ પણ કરી અને હવે એ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પગદંડો જમાવી ચૂકી છે.
મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અન્ય સુપર સ્ટાર આમિર ખાને પણ એને બિરદાવી હતી. સની લિયોનીના ફોટોગ્રાફ્સ વેચીને એના સગ્ગા ભાઇ સંદીપ વ્હોરાએ સારી એવી કમાણી કરી હતી.
આમ તો આ વાતની કોઇને જાણ ન થાત પરંતુ ખુદ સંદીપ વ્હોરાએ એકરાર કર્યો હતો કે મેં મારી બહેન અભિનેત્રી સની લિયોનીના ફોટોગ્રાફ્સ વેચીને કમાણી કરી હતી. સંદીપે કહ્યું કે હું જે હોસ્ટેલમાં રહેતો હતો એમાં મારા ઓરડાની દિવાલ પર હું મારી બહેનના ફોટોગ્રાફ કે પોસ્ટર ચોંટાડી રાખતો. મારા ઓરડામાં જે કોઇ આવે એ આ પોસ્ટર જોઇને મારી પાસે માગે તો હું પૈસા લેતો. ખાલી પડેલી જગ્યા પર હું બીજું પોસ્ટર ચોંટાડી દેતો. આ રીતે બહેનના પોસ્ટર અને ફોટોગ્રાફ્સ વેચીને મેં કમાણી કરી હતી.
.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w6NlBG
via Latest Gujarati News
0 Comments