
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 16 મે 2019
૧૯૯૯ની 'સરફરોશ' ફિલ્મને જોન મેથ્યુ મથને દિગ્દર્શિત કરી હતી. આ એક આઇકોનિક ફિલ્મ સાબિત થઇ હતી, જેણે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. આ ફિલ્મમાં આમિરે એસીપી રાઠોડની ભૂમિકા ભજવી હતી, જે પાત્ર દર્શકોને પ્રભાવિત કરી ગયું હતું.
જોન મેથ્યુ આ ફિલ્મની સિકવલની યૌજના લાંબા સમયથી કરી રહ્યો છે. પહેલાએવીવાત હતી કે જોન અબ્રાહમ આ ફિલ્મ સાથે જોડાવાનો છે. જોને એક સમયે મીડિયાને જણાવ્યુ ંપણ હતુ ંકે, '' હું અને મેથ્યુ એક ફિલ્મનું સહ-નિર્માણ કરવાના છીએ. અમે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ, અને જલદી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.''
પરંતુ જોન તેની બીજી ફિલ્મો સાથે વ્યસ્ત થઇ જતાં આ પ્રોજેક્ટ માટે સમય ફાળવી શક્યો નહીં. હવે મેથ્યુની નજીકના સૂત્રે જણાવ્યું છે કે, હવે જોન આ પ્રોજેક્ટ સાથે નથી, અને મેથ્યુ હવે અન્ય અભિનેતા સાથે આ ફિલ્મ બનાવાનો પ્રયાસ કરશે. '' મેથ્યુ કદાચ આમિર ખાનનો પણ સંપર્ક કરે. પરંતુ આમિર આ ફિલ્મ માટે તૈયાર થશે કે નહીં તે કાંઇ કહી શકાય નહીં. જોકે તેના મગજમાં અન્ય એક અભિનેતા પણ છે. સ્ક્રિપ્ટ પર કામ પૂરું થતાં જ મેથ્યુ આ ફિલ્મની ઘોષણા કરશે,'' તેમ સૂત્રે વધુમાં જણાવ્યુ ંહતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wgs73n
via Latest Gujarati News
0 Comments