
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 મે 2019, ગુરુવાર
ઐશ્વર્યા રાય બચ્ચને મણિરત્નમની ફિલ્મ સાઇન કરી હોવાની કેટલાય સમયથી ચર્ચા છે. હવે આમાં નવી વાત એ છે કે, દિગ્દર્શક અને ઐશ્વર્યા 'પોન્નિની સેલ્વમ' દ્વારા ફરી સાથે કામ કરશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા મુખ્ય ભૂમિકામાં છે. ઐશ્વર્યાએ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. જોકે આ ફિલ્મમાં તેનું પાત્ર નકારાત્મક હશે.
મળેલી જાણકારીના પ્રમાણે, આ એક ઐતિહાસિક ફિલ્મ હશે. જેમાં રાજા ચોલ દરેક મુસીબતોનો સામનો કરીને સમ્રાટ બને છે. ઐશ્વર્યાઆ ફિલ્મમાં નંદિનીના પાત્રમાં જોવા મળશે. તે પોતાના પતિ સાથે મળીને રાજા ચોલના સામ્રાજ્યને નષ્ટ કરવાની યોજના કરે છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાના પતિનું પાત્રમ ોહન બાબુ ભજવવાનો છે. તે એક પાવર હન્ગ્રી વુમેન અને મિસ્ટિરયસ મહિલાના પાત્રમાં જોવા મળશે.
ઐશ્વર્યા પ્રથમ વખત કારકિર્દીમાં નેગેટિવ ભૂમિકા નથી ભજવી રહી છે. તેણે ૨૦૦૫ની ફિલ્મ 'ખાકી' અને ધૂમ ટુમાં પણ નકારાત્મક પાત્ર ભજવ્યું છે. ઐશ્વર્યા અને મણિરત્નમની બોડિંગ સારી છે. અભિનેત્રીએ આ જ દિગ્દર્શકની ફિલ્મથી ડેબ્યુ કર્યું છે.
મણિરત્નમને એવી પણઇચ્છા હતી કે, અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં કામ કરે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JpCQCt
via Latest Gujarati News
0 Comments