
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૧૬ મે 2019, ગુરુવાર
અનિલ કપૂરને 'યુરોપ ડે ' સમારોહમાં ભારતમાં યૂરોપીય સંઘના એક પ્રતિનિધિ મંડળ અને કાઉન્સિલ ઓફ યુરોપિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શુક્રવારે સમ્માનિત કરવામાં આવશે.
એક અધિકારીએ જણાવ્યું હતુ ંકે, '' અનિલ કપૂર છેલ્લા દસ વરસથી બાળકોના અધિકાર માટે લડી રહ્યો છે. તેમજ તે યુરોપીય સંઘને પણ પોતાનો સહયોગ આપે છે. ભારતમાં યુવતીઓના અધિકારોની યોજના માટે પણ તે તત્પર હોય છે. તેથી તેનુ સમ્માન કરવામાં આવશે.''
ભારતીય ફિલ્મોના શૂટિંગ માટે કઇ રીતે યુરોપ કેમ પસંદગીનું સ્થળ રહ્યું છે, તે પણ જણાવામાં આવશે.
અનિલ કપૂર આ પ્રસંગે મુખ્ય અતિથિ હશે. આ ઉપરાંત ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત ટોમાઝ કોજ્લોસ્કી, યુરોપીય સંઘના પાજનયિક દૂત અને યુરોપિય તેમજ ભારતીય કોર્પોરેટ જગતના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ સામેલ થશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EejFr5
via Latest Gujarati News
0 Comments