મુંબઇમાં લોકસભાની ચૂંટણીના પરિણામ વિલંબથી જાહેર થવાની શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 11 મે 2019, શનિવાર

દેશની આર્થિક રાજધાની મુંબઇ શહેર તથા ઉપનગરની કુલ છ લોકસભા મતદાર ક્ષેત્રની ચૂંટણીનું પરિણામ આગામી ૨૩ મે ૨૦૧૯ના રોજ વિલંબથી (મોડેથી) આવે એવી શક્યતા છે.

મુંબઇના પ્રત્યેક લોકસભા મતદારક્ષેત્રમાં ઇ.વી.એમ. યંત્રણામાં મત ગણતરી સાથે નિશ્ચિત મતદાન કેન્દ્રમાં વી.વી. પેટ મશીનમાંથી પાવતીની ચકાસણી કરાશે. પરિણામે ગત વખતની તુલનામાં આ વખતે પરિણામો વધુ મોડુ આવશે.

આ વખતે ૨૩મેના રોજ મતગણતરી થસે પણ પરિણામ જાહેર થતા વધુ સમય લાગી શકે છે, એવી માહિતી રાજ્યના એડિશનલ ચીફ ચૂંટણી અધિકારી દિલીપ શિંદેએ  સમર્થન આપ્યું હતું.

પ્રત્યેક લોકસભા મતદાર ક્ષેત્રના છ વિધાનસભાના ક્ષેત્રના પ્રત્યેક પાંચ પસંદ કરાયેલા મતદાન કેન્દ્ર પર વી.વી.પેટ મશીનમાંથી પાવતી અને તે મતદાન કેન્દ્રના ઇ.વી.એમ. યંત્રણામાં મતદાનની ચકાસણી થશે. એનો અર્થ એક લોકસભા મતદાર ક્ષેત્રમાં ૩૦ મતદાન કેન્દ્રમાં ઇ.વી.એમ. મશીન અને વી.વી.પેટ મતની ચકાસણી થશે, એમ દિલીપ શિંદેએ જણાવ્યું હતું.

મુંબઇના છ લોકસભા મતદાર ક્ષેત્રમાં ૩૬ વિધાનસભા મળીને કુલ ૧૮૦ મતદાન કેન્દ્રમાં ઇ.વી.એમ. મશીન અને વી.વી.પેટ મશીનમાં મતગણતરી તેમજ તુલનાત્મક ચકાસણી થશે, આથી હંમેશ કરતા મુંબઇની છ લોકસભા મતદાર ક્ષેત્રમાં ચૂંટણીના પરિણામ વિલંબથી જાહેર થઇ શકે છે, એમ શિંદેએ ઉમેર્યંા હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WBtypX
via Latest Gujarati News

Post a Comment

0 Comments