લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો સફાયો થવાનો છે: સીએમ રૂપાણી

અમદાવાદ, તા. 18 મે 2019 શનિવાર

​મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પશ્ચિમ બંગાળમાં આ વખતની ચૂંટણીઓમાં મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસનો સફાયો થવાનો છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, મમતા બેનરજીના પગ નીચેથી ધરતી સરકી રહી છે. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનો પરાજય નિશ્ચિત છે. મમતા બેનરજી એટલા માટે જ લોકશાહીને કલંકિત કરી રહ્યા છે.

​મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આખા દેશમાં લોકસભાની ચૂંટણીઓ શાંતિથી યોજાઇ પણ એક માત્ર પશ્ચિમ બંગાળમાં જ તોફાનો હિંસાની ઘટનાઓ થઇ છે. મમતા બેનરજી ધમકીની ભાષા, ચૂંટણીમાં હિંસા અને સત્તાનો દુરૂપયોગ કરીને દાદાગીરી સાથે દીદીગીરી કરી રહ્યા છે. એમ આલોચના કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત અને પશ્ચિમ બંગાળની જનતા જનાર્દન મમતા બેનરજીની આ દાદાગીરી ચલાવી લેશે નહીં અને ચૂંટણી પરિણામોમાં જવાબ આપી જ દેવાની છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HqoDTB
via Latest Gujarati News

Post a Comment

0 Comments