
નવી દિલ્હી, તા.12 મે, 2019, રવિવાર
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીઓ અંગે પહેલી જ વાર ચૂંટણી પંચ પર સવાલો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પંચના તમામ નિર્ણયો માત્ર વડા પ્રધાન મોદીને ફાયદો કરાવવા માટે જ હતા.
તેમણે પંચની ભૂમિકા પર સવાલો કરી તેની વિશ્વસનીયતાને ન્યાયની અદાલતમાં ઊભો કરી દીધો હતો. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે એક જ વાત પર પંચે મોદીને ક્લિન ચીટ આપી હતી જ્યારે વિપક્ષોને નોટીસ મોકલી હતી.
એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે દેશમાં સાત તબક્કામાં ચૂંટણી કરાવવાનો નિર્ણય માત્ર મોદી અને ભાજપને ફાયદો કરાવવા માટે જ હતો.પંચે ખૂબ જ વિચારીને સમયપત્રક ગોઠવ્યો હતો કે જેમાં ભાજપના નેતાઓ પોતાની ચૂંટણી પતાવીને અન્યોના પ્રચારમાં જઇ શકે.
અર્થાત જ્યાં પાછળથી પ્રચારમાં જવાનો હતો ત્યાં મોડેથી ચૂંટણી કરાવી હતી. આ ખૂબ જ વિચાર માગી લે તેવી વાત છે.વિપક્ષોને પંચે મોકલેલી નોટીસ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી અને વિપક્ષી નેતા એક જ વાત કરે છે તો મોદીને ક્લિન ચીટ અપાય છે અને વિપક્ષોને નોટીસ મોકલાય છે, આ ક્યાનો ન્યાય?
રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ચૂંટણી પંચ વડા પ્રધાન કાર્યાલયના દબાણ હેઠળ કામ કરે છે.જો કે તેમની પાર્ટી સત્તામાં આવશે તો પંચના અધિકારીઓને હટાવશે કે કેમ તે અંગે તેમણે કોઇ ચોક્કસ જવાબ આપ્યો નહતો. ઇવીએમ હટાવવાના મુદ્દે તેમણે કહ્યું કે આ તો પંચની જવાબદારી છે કે તેને હટાવે કે રાખે. પંચની જવાબદારી પર કોઇ ટીપ્પણી હું કરતો નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PZlT25
via Latest Gujarati News
0 Comments