ચૂંટણીના પરિણામ પછીની બેઠકમાં માયાવતી અખિલેશ અને મમતા બેનર્જી નહીં જાય તેવી અટકળો


નવી દિલ્હી, તા.12 મે, 2019, રવિવાર

કોંગ્રેસ દ્વારા ૨૩ મે ના પરિણામ પછી નવી દિલ્હીમાં આયોજીત વિરોધ પક્ષોની મહતત્વની બેઠકમાં નહીં જવાનો માયાવતી, અખિલેશ યાદવ અને મમતા બેનર્જીએ નિર્ણય કર્યો હતો. 

સૂત્રોએ કહ્યું હતું કે આંઘ્ર  પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુએ ગયા સપ્તાહે બંગાળની મુલાકાત લીધી હતી અને ત્યાં તેમણે બેઠકમાં હાજર રહેવા મમતાને સમજાવ્યા હતા, પરંતુ તેમને નકારાત્મક જવાબ મળ્યો હતો. તેમણે એમ કહ્યું હોવાનું મનાય છે કે ૨૩ મે પરિણામ પહેલાં મળવાનો કોઇ અર્થ નથી અને જરૃર પણ નથી.

સૂત્રોએ કરેલા સંકેત મુજબ, વિરોધ પક્ષો માટે જો સારા પરિણામ આવે તો સવાલ વડા પ્રધાનનો ઊભો થશે. જો કે આ અંગે અત્યાર સુધી તમામ વિરોધ પક્ષોએ ખૂબ જ  સિફતપૂર્વક આ સવાલને ટાળ્યો હતો, પરંતુ માયાવતી અને મમતા બેનર્જીએ તો પોતે વડા પ્રધાન પદના દાવેદાર છે એ બતાવી દીધું હતું.

અનેક નેતાઓ એ રાહુલ ગાંધીના નામની દરખાસ્ત ડીએમકેના સ્ટાલિન સહિત અનેક લોકોએ મૂકી હતી.માયાવતી અને મમતાએ કોંગ્રસથી અંતર રાખ્યું હતું અને પોતપોતાના રાજ્યોમાં જોડાણ પણ કર્યું નહતું. જો કે રાષટ્રીય સ્તરે તેઓ સાથે જ હોવાનો દાવો કરે છે.

માયાવતીએ તો કોંગ્રેસ પ્રત્યે કેટલી નફરત છે તે અનેક વાર જાહેર કર્યું હતું. તેણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને સાથ આપ્યો જ નથી, બલકે અનેક વખતે મધ્ય પ્રદેશની કમલનાથને સરકારને ઉથલાવી દેવાની ધમકી પણ આપી હતી.ગઇ કાલે તેમણે રાજસ્થાનની સરકારને ઘેરી હતી.

અલવર શહેરમાં એક દલિત યુવતીના ગેંગ રેપને લઇને તેમણે અશોક ગેહલોત સરકારને બરાબર  સાણસામાં લીધી હતી.તેમણે ક્હયું હતું કે 'અમે ઇચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટ કોંગ્રેસ સરકાર, પોલીસ અને રાજ્યના પ્રશાસન સામે પગલાં ભરે અને ગુનેગારોને યોગ્ય સજા કરે'. ગયા સપ્તાહે માયાવતીએ જરૃર જણાશે તો પોતે લોકસભા ચૂંટણી લડશે એવો સંકેત આપ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vUXiCg
via Latest Gujarati News

Post a Comment

0 Comments