ભોપાલ, તા. 16 મે 2019, ગુરુવાર
ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. તેમના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા આવી છે. ભાજપે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનની નિંદા કરી છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હારાવે કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન સાથે ભાજપ સહમત નથી. અમે તેની નિંદા કરીએ છીએ. આ મામલે પાર્ટી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પાસે સ્પષ્ટીકરણ માંગશે. તેમને પોતાના આ નિવેદન માટે જાહેરમાં માફી માંગવી જોઇએ.
ઉલ્લેખનિય છે કે, ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે અભિનેતા કમલ હસનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નાથૂરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. તેમના આતંકવાદી કહેતા લોકોએ પોતાની અંદર જોવું જોઇએ. આવા લોકોને ચૂંટણીમાં જનતા જડબાતોડ જવાબ આપશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hl0Nsi
via Latest Gujarati News
0 Comments