લખનૌ, તા. 16 મે 2019, ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના ચંદોલીમાં જનસભાને સંબોધી. PM મોદીએ કોંગ્રેસની સાથે-સાથે સપા અને બસપા પર પણ નિશાન સાધ્યુ. વડાપ્રધાને કહ્યું ખરાબ રીતે હાર જોઈને સપા-બસપા સાથે આ બધી મહામિલાવટી આજે સંપૂર્ણપણે બરતરફ છે.
બેંગલોરમાં એક-બીજાના હાથમાં હાથ નાખીને ફોટો પડાવ્યો હતો. જેવી વડાપ્રધાન બનવાની વાત આવી કે સીધા બધા પોતાને દાવેદાર ગણાવવા લાગ્યા. કોઈ 8 બેઠક, કોઈ 10 બેઠક, કોઈ 20 કે 22 તો વળી કોઈ 35 બેઠકવાળા વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જોવા લાગ્યા પરંતુ દેશે કહ્યું ફિર એક બાર મોદી સરકાર.
વડાપ્રધાને કહ્યું, સર્જીકલ સ્ટ્રાઈકનો વિરોધ, એર સ્ટ્રાઈકનો વિરોધ, ઘૂસણખોરોની ઓળખનો વિરોધ, નાગરિત્વના કાયદાનો વિરોધ, તીન તલાકના કાયદાનો વિરોધ, OBC કમિશનને બંધારણીય દરજ્જો આપવામાં વિરોધ, ડગલે ને પગલે મોદીનો વિરોધ કરવો એ જ ખાલી આમનું મોડેલ છે.
વડાપ્રધાને કહ્યું કે, અમારો ઉછેર એવી રાજકીય અને સામાજીક સંસ્કૃતિમાં થયો જ્યાં પોતાની મોટી પાર્ટી અને પાર્ટીથી મોટો દેશ હોય. અહીંયાના સંતાન દીનદયાલ ઉપાધ્યાયના મૂલ્યો અમે આત્મસાત કર્યા છે. અમે ભારતીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને સૌનો સાથ સૌનો વિકાસ એ રસ્તો અપનાવ્યો છે.
ખેડૂતોને આશ્વાસન આપતા વડાપ્રધાન બોલ્યા, થોડા લોકો ખોટુ બોલીને અને અફવા ફેલાવીને ખેડૂતોને ભટકાવવાના પ્રયત્નો કરવા માગે છે. હું આજે અહીંથી દેશના દરેક ખેડૂતને કહેવા માગુ છુ કે જે રૂપિયા તમારા ખાતામાં નાખુ છુ એ તમારા છે, તમારી મદદ માટે છે. તે રૂપિયાને તમારી પાસેથી ક્યારેય પાછા લેવામાં નહીં આવે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q4xFIw
via Latest Gujarati News
0 Comments