બંગાળમાં PM મોદીની રેલીને લઈને SPGએ જાહેર કર્યુ એલર્ટ

નવી દિલ્હી, તા. 16 મે 2019 ગુરુવાર

કલકત્તામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાથી દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને ટીએમસી વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યુ છે, પરંતુ આ દરમિયાન સ્પેશ્યલ પ્રોટક્શન ગ્રૂપે બંગાળમાં વડાપ્રધાન મોદીની રેલીને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. SPGના બંગાળના મથુરાપુરમાં વડાપ્રધાન મોદીની રેલીમાં હિંસા થવાની આશંકા છે.

એસપીજીના ઈન્સ્પેક્ટર જનરલે પશ્ચિમ બંગાળ પોલીસના ડીજીપીને એક પત્ર લખીને કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મથુરાપુર અને દમદમમાં થનારી ચૂંટણી સભામાં મુસીબત પેદા થઈ શકે છે. SPGએ ખાસકરીને મથુરાપુરની રેલીમાં હિંસા થવાની આશંકા વ્યક્ત કરી છે. SPGએ ડીજીપી પશ્ચિમ બંગાળ પાસે સુરક્ષા વધુ કડક કરવા માટે કહ્યુ છે. 

SPGએ આ એલર્ટ મથુરાપુરની ચૂંટણી સભા માટે વિશેષ રીતે જાહેર કર્યુ છે કેમ કે મમતાની રેલીના સ્થળની નજીકમાં જ વડાપ્રધાન મોદીની રેલીનું સ્થળ છે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં રાતે 10 વાગે ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ જશે પરંતુ તે પહેલા બંગાળમાં વડાપ્રધાન મોદી બે જનસભાઓને સંબોધિત કરશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LXkZoe
via Latest Gujarati News

Post a Comment

0 Comments