અગર માલવા, તા. 16 મે 2019 ગુરુવાર
નથુરામ ગોડસે પર કમલ હાસનના વિવાદિત નિવેદન બાદ ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભોપાલના ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે નથુરામ ગોડસે દેશ ભક્ત હતા, છે અને રહેશે. નથુરામ ગોડસેને આવુ બોલનાર પહેલા પોતે કેવા છે તે તપાસી લે. આવુ બોલનારાને આ ચૂંટણીમાં જવાબ આપવામાં આવશે.
મક્કલ નીધિ મૈયમના સંસ્થાપક કમલ હાસને એ કહીને નવો વિવાદ ઉભો કર્યો છે કે ગોડસે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ હતો. રવિવારે રાતે એક ચૂંટણી સભાને સંબોધિત કરતા હાસને કહ્યુ કે તે એક એવા સ્વાભિમાની ભારતીય છે જે સમાનતાવાળું ભારત ઈચ્છે છે.
કમલ હાસન અગાઉ પણ દક્ષિણપંથી ચરમપંથ પર નિશાન સાધી ચૂક્યા છે. લગભગ દોઢ વર્ષ પહેલા આ સંબંધમાં તેમણે એક વિવાદિત લેખ આ વિષય પર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યુ હતુ કે દક્ષિણપંથી સમૂહોએ હિંસાનો હાથ એટલે પકડ્યો કેમ કે તેમની જૂની રણનીતિએ કામ કરવાનું બંધ કરી દીધુ છે. હસને તમિલ પત્રિકા આનંદ વિકટનના અંકમાં પોતાના સ્તંભમાં આરોપ લગાવ્યો હતો કે દક્ષિણપંથી સંગઠનોએ પોતાના વલણમાં પરિવર્તન કર્યુ છે, જોકે તેમણે આમાં કોઈનું નામ લીધુ નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EcqIR8
via Latest Gujarati News
0 Comments