ધોનીની નવતર સજા: એક ખેલાડી મોડો પડે તો પ્રત્યેકને 10 હજારનો દંડ!

નવી દિલ્હી, તા.૧૫

ભારતીય ટીમના ભૂતપૂર્વ મેન્ટલ કન્ડિશન કોચ પેડી અપટને તેના પુસ્તકમાં ભૂતકાળને વાગોળતા ખુલાસો કે, પ્રેક્ટિસમાં તેમજ ટીમ મિટિંગમાં મોડા પડતા ખેલાડીઓને સુધારવા માટે જુદા-જુદા કેપ્ટનોએ જુદી-જુદી વ્યુહરચના અપનાવી હતી. જો કે મારા કાર્યકાળ દરમિયાન ભારતની વન ડે ટીમના કોચ ધોનીએ કરેલી અનોખી સજાની ભલામણને પરીણામે કોઈ પણ ખેલાડી ક્યારેય મોડો પડતો જ નહતો. 

સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ બેટ્સમેન ગેરી કર્સ્ટન જ્યારે ભારતીય ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો હતો, તે દરમિયાન જ સાઉથ આફ્રિકાના મેન્ટલ કન્ડિશનિંગ કોચ પેડી અપટનને  ભારતીય ટીમની સાથે કામગીરી સોંપવામાં આવી હતી. પેડી અપટને તેના  પુસ્તક 'બૅરફૂટ'માં લખ્યું છે કે, જ્યારે હું ભારતીય ટીમની સાથે જોડાયો ત્યારે અનિલ કુમ્બલે ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો અને ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો. અમે ત્યારે ટીમમાં સ્વંય સંચાલિત વ્યવસ્થા ગોઠવી હતી. 

અપટને કહ્યું કે, એક મિટિંગમાં અમારે ચર્ચા થઈ. લીડરશીપ તરફથી પૂછવામાં આવ્યું કે, શું પ્રેક્ટિસ સેશનમાં અને ટીમ મિટિંગ્સમાં સમયસર આવવું જરુરી છે? આ સવાલનો જવાબ બધાએ હકારમાં આપ્યો. તો જે મોડા આવે તેને શું દંડ ફટકારવો ? જે અંગે લાંબી ચર્ચા ચાલી. ટેસ્ટ ટીમના કેપ્ટન કુમ્બલેએ ભલામણ કરી કે, જે ખેલાડી મોડો આવે તેને ૧૦,૦૦૦ રૃપિયાનો દંડ ફટકારવામાં આવશે. જોકે વન ડે ટીમના કેપ્ટન ધોનીએ આ બાબતને નવો રસપ્રદ વળાંક આપતાં કહ્યું કે, જે ખેલાડી મોડો આવે તેને તો ૧૦,૦૦૦ રૃપિયાનો દંડ ફટકારવાનો જ સાથે સાથે ટીમના અન્ય સભ્યોએ પણ ૧૦,૦૦૦-૧૦,૦૦૦ રૃપિયાનો દંડ ભરવો પડશે. ટીમમાં કોઈ મોડું પડે તો તે માટે ટીમ પોતે જ જવાબદાર કહેવાય. ધોનીની આ ભલામણ પછી કોઈ ક્યારેય મોડુ આવતું જ નહતુ. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WLBMvJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments