
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.૧૨
છત્રપતી શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઇમારતની છઠ્ઠા માળેથી નીચે કૂદકો મારીને ઉતર પ્રદેશના યુવકે તેના પરિવારજનોની નજર સામે જ જીવન ટૂંંકાવી લીધુ હતું.મૃતકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું કહેવાય છે. તેની પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. એમાં યુવકે તેના મોત માટે અન્ય કોઇ વ્યકિત જવાબદાર ન હોવાનું જણાવ્યુ ંહતું. પોલીસી મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથધરી છે.
ઉતર પ્રદેશના ગાઝીયાબાદમાં રહેતો અક્ષય સારસ્વત (ઉ.વ.૩૧) ઉચ્ચશિક્ષિત હતો. ગત બે વર્ષથી તેની માનસિક હાલત સારી નહોતી. તે બે દિવસ અગાઉ ઘર છોડીને જતો રહ્યો હતો. કુંટુબીજનોએ અક્ષયની ઘણી શોધખોળ કરી હતી પણ તેનો પતો લાગ્યો નહોતો.
બીજીતરફ અક્ષય મુંબઇમાં છત્રપતી શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપાર્ટ પર પહોંચી ગયો હતો. તેણે પરિવાર જનોને ફોન કરીને અહીં મળવા બોલાવ્યા હતા તેઓ ગઇકાલે મુંબઇમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યા હતા.ત્યારે તેમની સામે જ અક્ષયે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી નીચે કૂદકો મારી દીધો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જમા ડોકટરે અક્ષયને મૃત ઘોષિત કર્યો હતો.
પોલીસને મૃતક યુવક પાસેથી સ્યુસાઇડ મોટ મળી છે. એમાં અક્ષયે તેની આત્મહત્યા માટે અન્ય કોઇ વ્યકિત જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કર્યો છે પોલીસે મૃતક યુવકની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WGoO2b
via Latest Gujarati News
0 Comments