
કેદારનાથ/નવી દિલ્હી, તા.19 મે, 2019, રવિવાર
લોકસભા ચૂંટણી ૨૦૧૯નો પ્રચાર સંપૂર્ણ બંધ થયા બાદ વડાપ્રધાન મોદી તીર્થસ્થાન કેદારનાથ અને બદ્રિનાથના દર્શને ગયા હતા. કેદારનાથમાંં તેમણે મંદિર નજીક આવેલી એક ગુફામાં ૧૭ કલાક ધ્યાન લગાવ્યુ હતુ.
ત્યારબાદ રવિવારે સવારે કેદારનાથ મંદિરમાં પુજા કરી હતીત્ત્યારબાદ મિડીયા સાથેની વાતચીતમાં તેમણે મતદાનના છેલ્લા તબક્કા દરમિયાન આ યાત્રાધામોના મુલાકાતની અનુમતિ આપવા બદલ ચૂંચણા પંચનો આભાર માન્યો હતો. હજુ લોકસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન બાકી હોય મોદીની આ મુલાકાતને લઇને રાજકિય ઘમાસાણ ઉભુ થયુ છે.
કોંગ્રેસ સહિતની બધી જ વિરાધી પાર્ટીઓએ આ યાત્રાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધએ તો આ મુલાકાતને 'કેદારનાથમાં નાટક' તેવી ઉપમાં પણ આપી છે. ઉપરાંત તેમણે ટ્વીટ કરીને ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યુ હતું. ટ્વીટ વડે રાહુલે કહ્યુ કે 'ઇલેક્ટોરલ બોન્ડ, ઇવીએમથી લઇને ચૂંટણી કાર્યક્રમમાં છેડછાડ, નમો ટીવી - મોદી સેના અને હવે કેદારનાથમાં નાટક.
લોગે છે કે ચૂંટણી પંચે મિ. મોદી અને તેની ગેન્ગ સામે આત્મસમર્પણ કરી લીધુ છે.' વધુમાં રાહુલે એમ પણ લખ્યુ છે કે ચૂંટણી પંચનું કામ માત્ર ડરવુ અને આદર આપવાનું જ છે. આ સિવાય અન્ય વિરાધી પાર્ટીના લોકો પણ નડીપ્રધાનની મુલાકાત વિરોધના બયાન આપી ચુક્યા છે.
મોદીે મિડીયાને જણાવ્યુ હતુ કે, અહિં તેમને બે દિવસનો આરામ મળી ગયો. ગુફાની અંદર દુનિયા સાથેનો મારે સંપુર્ણ સંપર્ક તૂટી ગયો હતો. બસ એક નાનકડી બારી હતી જેમાંથી મંદિરના દર્શન થતા હતા.
ચૂંટણીના સમયમાં પણ કેદારનાથ આવવા માટે તેમણે મિડીયાનો પણ આભાર માન્યો હતો. વધુમાં મોદીએ જણાવ્યુ કે હું ભગવાન પાસેથી માંગવામાં નથી માનતો. અને મારે જે જોઇએ છે તે છે બાબા કેદારનાથના આશિર્વાદ, માત્ર ભારત પર જ નહીં પરંતુ સમગ્ર માનવજાત પર.કેદારનાથ બાદ વડાપ્રધાન બદ્રિનાથના દર્શે પણ પહોંચ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w9zJGa
via Latest Gujarati News
0 Comments