નાસા પૃથ્વીને લઘુગ્રહની ટકકરથી બચાવવા વિસ્ફોટયાન મોકલશે


વોશિંગ્ટન, તા.19 મે, 2019, રવિવાર

અમેરિકાની  સ્પેસ એજ્ન્સી નાસાને વિવિધ સ્પેસ અભિયાનમાં સફળતા મળી છે. સ્પેસ યાન અને દૂરબીન દ્વારા અંતરિક્ષ સંશોધનો કર્યા પછી નાસા હવે અંતરિક્ષમાં વિસ્ફોટ કરવાની તૈયારી કરી રહયું છે. આ વિસ્ફોટ માટે નાસા દ્વારા ખાસ પ્રકારનું યાન પણ તૈયાર કરવામાં આવશે. જે અવકાશી પીંડો અને ગ્રહોના માહિતી સંશોધન માટે મોકલવામાં આવતા યાન કરતા આ જુદા જ પ્રકારનું હશે.

ચોકકસ ભ્રમણ કક્ષા વિના ફરતા લઘુગ્રહો ભવિષ્યમાં (એસ્ટ્રોઇડ) પૃથ્વીને ટકરાઇને વિનાશ વેરી શકે છે. આથી એસ્ટ્રોઇડને અવકાશમાં જ તોડવા માટેના સંશોધનમાં આ વિસ્ફોટ પરીક્ષણ મહત્વનું છે. 

આ અંગે નાસાએ માહિતી આપતા જણાવ્યું કે આ સંશોધન ખગોળીય રક્ષા ટેકનોલોજીનો એક ભાગ છે. આ વિસ્ફોટ એક નાનું એવું પરીક્ષણ હશે. ડબલ એસ્ટ્રોડ રિડાયરેકશન ટેસ્ટ (ડીએઆરટી) દ્વારા પ્રથમવાર પૃથ્વી પરથી ડિમૉસ પર કરવામાં આવશે.

આ એક એવો ધૂમકેતુ છે જે પૃથ્વીની નજીક આવી રહયો છે. આ પરીક્ષણમાં નાસાનું વિસ્ફોટયાન ધૂમકેતુના બાઇનરી એસ્ટોઇડ સિસ્ટમમાં ચંદ્રમાના આકારના ટુકડાને ટાર્ગટ બનાવશે. એ સમયે ધૂમકેતુ પૃથ્વીથી ૧ કરોડ અને ૧૦ લાખ કિમી દૂર હશે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

જો કે આ ધૂમકેતુથી પૃથ્વીને કોઇ પણ પ્રકારનો ખતરો નથી પરંતુ ભવિષ્યમાં કોઇ અવકાશી પીંડ પૃથ્વીની અચાનક પૃથ્વીની નજીક આવે તેવા સંજોગોમાં વૈજ્ઞાનિકો પૃથ્વી પરથી અવકાશમાં કાર્યવાહી કરી શકાય તે માટે આ અનુભવ ખૂબજ મહત્વનો સાબીત થઇ શકે છે. આ ખાસ પ્રકારના મિશનને નાસાએ ૨૦૨૧માં લોંચ કરવા યોજના બનાવી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WRhBMZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments