મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી


નવી દિલ્હી, તા. 07 મે 2019, મંગળવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મમતાએ કહ્યું
 કે, તેમને વડાપ્રધાન મોદીને થપ્પડ મારવાનું મન થાય છે. મેં આવો ખોટો વડાપ્રધાન નથી જોયો. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રામ નામ જપવા માંડે છે.

તેમણે વધુમાં કહ્યું કે, 5 વર્ષ પહેલાં તેમણે અચ્છે દિનની વાત કરી હતી, પરંતુ બાદમાં નોટબંધી કરી દીધી. તેઓ બંધારણ પણ બદલી દેશે. હું ભાજપના નારામાં વિશ્વાસ નથી રાખતી. પૈસા મારા માટે મહત્વના નથી પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી બંગાળ આવીને કહે છે કે TMC લુંટારુઓથી ભરેલી પડી છે તો મને તેમને થપ્પડ મારવાનું મન થયું.

તેમણે પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું કે, શું વડાપ્રધાન મોદી પુરુલિયાના આદિવાસી ગામો વિશે જાણે છે? અત્યાર સુધીમાં અહીં 300 ITI કોલેજ બની ગઇ છે. દિલ્હીમાં મોદી 5 વર્ષથી છે. મેં ખુબ સંઘર્ષ કર્યો છે. હું પોતાને વેચીને રાજનીતિ નથી કરતી. હું મોદીથી નથી ડરતી કારણે કે હું આવી જ જીંદગી જીવું છું.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DVyQVN
via Latest Gujarati News

Post a Comment

0 Comments