
કુઆલાલમ્પુર, તા. 7 મે, 2019, મંગળવાર
બુ્રનેઇના સુલ્તાને કહ્યું હતું કે નવા શરીઅતના કાયદામાં વ્યભિચાર અને સમલૈગિંક સબંધો માટે પથ્થરો મારીને મારી નાંખવાની સજાનો સમાવેશ છે જ. જો કે તેમની આ જાહેરાતથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારે હોહા થઇ હતી.સંયુક્ત રાષ્ટ્ર સંઘે ત્રીજી એપ્રિલે અમલમાં આવેલા આ કાયદાને જંગલી ગણાવ્યો હતો.
તો અમેરિકા અને અન્ય દેશોએ બુ્રનેઇના સુલ્તાનને આ કાયદો હાલમાં મોકુફ રાખવાની વિનંતી કરી હતી. અમેરિકા અને બ્રિટનમાં આવેલી બુ્રનેઇના મીલીકીની હોટલોનો બહિષ્કાર કરવાની જ્યોર્જ ક્લુની. એલ્ટન જોન અને એલેન ડીજેનેર્સે ઘમકી આપી હતી.
વર્ષ ૨૦૧૪ પહેલાં પણ જો કે સમલૈગીંકતા સબંધો રાખનારાઓને દસ વર્ષની જેલની સજા તો હતી.પણ હવે નવા કાયદા પ્રમાણે પથ્થરો મારીને મારી નાંખવાની જોગવાઇ છે. વ્યભીચાર કરનારાઓને પથ્થરો મારવાની જ્યારે ચોરી કરનારાઓના હાથ કાપી નાંખવાની સજા શરીયતમાં છે જ. નવી વાત એ છે કે વિદેશીઓ અને બાળકોને પણ આ કાયદો લાગુ પડશે, ભલે ને તેઓ મુસ્લિમ ના હોય.
સુલ્તાન હસનલ બોલકિયાએ રવિવારે રમઝાન મહિનાની શરૃઆત વખતે કહ્યું હતું કે બુ્રનેઇના નવા કાયદાની જોગવાઇ અંતે લોકોમાં અનેક ખોટી ભ્રમણા અને ગેર સમજની માહિતી મળી છે. પણ એમણે કહ્યું હતું કે તેઓ કાયદામાં ફેરફાર કરશે જ નહીં.બુ્રનેઇમાં છેલ્લા બે દાયકાથી મૃત્ય દંડ અંગે કથિત માફી છે અને શરીયતના કાયદા હેઠળ પણ એ આપશે. આ જાહેરાત આશ્ચર્યજનક હતી, પરંતુ સમગ્ર વિશ્વમાં ઇસ્લામી કાયદા અંગે થઇ રહેલી ટીકાને હળવી કરવાનો તેમનો ઇરાદો હોય તેવું લાગતું હતું.'અમને ખબર છે કે ગેરસમજના કારણે લોકોમાં ભયની લાગણી ફેલાય છે.જો કે અમે માનીએ છીએ કે એક વખતે આ ગેરસમજણ દૂર થઇ જશે તો કાયદાના મહત્ત્વને લોકો સમજી શકશે'એમ તેમણે કહ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DWiQCU
via Latest Gujarati News
0 Comments