અમેરિકામાં હેટ ક્રાઇમનો કેસ : ભારતીય મૂળની છોકરીની સારવાર માટે છ લાખ ડોલર ભેગા થયા


(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 7 મે, 2019, મંગળવાર

ઘૃણા અપરાધ મનાતા એક કેસમાં ઇરાક યુધ્ધમાં જઇ આવેલા એક અમેરિકન પૂર્વ  સૈનિકે કેલિફોર્નિયામાં એક પરિવાર પર કરેલા હુમલામાં ઘાયલ થયેલી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી ૧૩ વર્ષની ભારતીય અમેરિકન  છોકરીની સારવાર માટે માત્ર આઠ જ દિવસમાં ક્રાઉડ ફંડીગ મારફતે છ લાખ કરતાં પણ વધુ ડોલર ભેગા કરવામાં આવ્યા હતા. 

૨૩ એપ્રિલે સાતમા ધોરણની ધૃતી નારાયણ, તેનો ભાઇ, પિતા અને પરિવારના અન્યો સનીવિલામાં રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે માનસિક રીતે અસંતુલિત દેખાતા ૩૪ વર્ષના ઇસૈયા પીપોલસે હુમલો કર્યો હતો. 

આ પુર્વ સૈનિક પોસ્ટ ટ્રોમિક સ્ટ્રેસ ડિઓર્ડરથી પીડાય છે. પીપોલસે ધૃતિના માતા અને તેના નવ વર્ષના ભાઇ સહિત અન્યો પર પણ હુમલો કર્યો હતો.મોટર ચાલક ઇસૈયાએ તેમને મુસ્લિમ માનીને હુમલો કર્યો હતો, એમ પોલીસે કહ્યું હતું. આ ઘટનામાં તેને જો કે કોઇ હાની થઇ નહતી, પરંતુ તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને સાન્ટા ક્લારા કાઉન્ટીની જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યો હતો.

ક્રાઉડફંડીગ પેજ ગોફંડમી અનુસાર, આ પરિવારના સારવાર માટે  પૈસાની ટહેલ નાંખી હતી. ધૃતિનો જીવન પર જોખમ છે. હાલમાં લાઇફ સપોર્ટ પર રહેલી ઘૃતિને ઘાતક બ્રેન ઇન્જરી થઇ હતી. આઠ દિવસ પહેલાં ગોફંડમી પર ભંડોળ ભેગુ કરવાની અપીલ અપલોડ કર્યાના આઠ જ દિવસમાં ૧૨૪૦૦ કરતાં વધુ લોકોએ દાન આપ્યું હતું અને અત્યાર સુધી ૬૦૫૦૦૦ ડોલર ભેગા કરી લીધા હતા. તેમનો લક્ષ્યાંક તો પાંચ લોખ ડોલરનો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H6XpB3
via Latest Gujarati News

Post a Comment

0 Comments