
(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર
દિલ્હી હાઇકોર્ટે આપના ધારાસભ્ય સોમનાથ ભારતીના પત્નીની સંમતિથી ભારતીને ઘરેલૂ હિંસાના આરોપી ઠેરવતાં પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) ને કાઢી નાખ્યો છે. ન્યાયમૂર્તિ ચંદર શેખરે સોમનાથ ભારતી અને એમના પત્ની લિપિકા મિત્રા સુખપૂર્વક સાથે રહેતા હોવાની માહિતી પછી, પોતાની સામેનો ફોજદારી કેસ પડતો મૂકવાની ભારતીની અરજીને ગ્રાહ્ય રાખી હતી.
લિપિકા મિત્રાએ જુન, ૨૦૧૫ માં દિલ્હી કમિશન ફોર વીમેનમાં પતિ સોમનાથ ભારતી સામે ફરિયાદ કરી હતી. જેના આધારે પત્ની સાથે કથિત ઘરેલુ હિંસાચાર કરવા બદલ અને પત્નીની હત્યાના પ્રયાસ બદલ એજ વર્ષે સપ્ટેમ્બરમાં સોમનાથ સામે પ્રથમદર્શી અહેવાલ તૈયાર કરાયો હતો. આ કેસમાં આઠ દિવસ જેલમાં જઇ આવ્યા પછી ઓક્ટોબર, ૨૦૧૫માં સોમનાથને જામીન મુક્ત કરાયા હતા. એપ્રિલ- ૨૦૧૬ માં સોમનાથ ભારતી સામે આરોપનામું ઘડનારી ટ્રાયલ કોર્ટે એમને જો કે પત્નીની હત્યાના આરોપમાંથી મુક્ત કર્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hb86mt
via Latest Gujarati News
0 Comments