
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 મે 2019, શનિવાર
સુશાંત સિહ રાજપૂત હાલ ફિલ્મ 'છિછોરે'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર કામ કરી રહી છે. સુશાંત પોતાની ફિલ્મો અને એકટિંગની સાથેસાથે અફેર્સ માટે પણ ચર્ચાસ્પદ છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુશાંતને કારકિર્દી શરૂ કરવાને ફક્ત છ જ વરસ થયાછે પરંતુ તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઇ ચુક્યું છે. આ દરમિયાન તે વધુ એક અભિનેત્રીને ડેટ કરીરહ્યો હોવાની ચર્ચા છે.
સુશાંત હાલ જલેબી સ્ટાર રિેહા ચક્રબર્તી સાથે ડેટ કરી રહ્યો હોવાની સંભળાય છે. મીડિયા રિપોર્ટસની માનીએ તો સુશાંત અને રેહા હાલ ખાસ્સો સમય સાથે પસાર કરી રહ્યા છે. સુશાંત અને રિહાએ સાથે કામ નથી કર્યું પરંતુ તેમની દોસ્તી ગાઢ થઇ ગઇ છે. બન્ને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે તો સમય જ કહેશે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર સુશાંત અને રિહાના સંબંધો ઝડપથી આગળ વધી રહ્યા છે. અને મિત્રતાથી આગળ વધીને ડેટિંગ સુધી પહોંચી ગયા છે. જોકે હજી તેઓ એકબીજાના સારા મિત્ર હોવાનું જ કહી રહ્યા છે. સુશાંત મુંબઇની બહાર લોનાવલા રિલેક્સ થવા જાય છે ત્યારે રિેહા પણ તેને કંપની આપવા પહોંચી જતી હોય છે.
સુશાંત અને અંકિતા લોખંડે દસ વરસ સુધી લિવઇનમાં રહ્યા હતા. ત્યાર પછી તેનું નામ ક્રિતી સેનોન સાથે જોડાયું હતું. એ બાદ ફિલ્મ 'કેદારનાથ'માં સારા સાથે કામ કરતી વખતે તેની સાથેના સંબંધની પણ ચર્ચા હતી. જોકે સૈફ અલીએ તેને પુત્રી સારાથી દૂર રહેવાની ચેતવણી આપી હોવાનું કહેવાય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WChTXJ
via Latest Gujarati News
0 Comments