શ્રીલંકાની જેમ ભારતમાં પણ બુરખો બૅન કરવાની શિવસેનાની માંગ

નવી દિલ્હી, તા. 1 મે 2019, બુધવાર

કેન્દ્રમાં એનડીએની સહયોગી પાર્ટી શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દેશહિતમાં બુરખો અને નકાબ પર બૅન લગાવવાની માંગ કરી છે. શિવસેનાએ ઇસ્ટરના તહેવારે શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટને ધ્યાનમાં રાખીને માંગ કરી છે કે દેશમાં બુરખા પર બૅન લગાવવામાં આવે.

શિવસેનાએ કેન્દ્રની મોદી સરકારની ટ્રિપલ તલાક મુદ્દે પ્રશંસા કરી પરંતુ એવી અપીલ પણ કરી કે બુરખા અને નકાબ પર બૅન લગાવવામાં આવે. જોકે ભાજપે શિવસેનાની આ માંગનો વિરોધ કર્યો છે. શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ થયેલા મૃત્યુના આંકડાને વધારીને કહેતા શિવસેનાએ કહ્યું કે ઇસ્લામિક આતંકવાદના કારણે શ્રીલંકામાં 400 લોકોના બલિ ચડી ગયાં. લિટ્ટે આતંકવાદમાંથી બહાર આવેલા શ્રીલંકામાં ઇસ્લામિક આતંકવાદ છવાઇ ગયો. એ સાથે જ શિવસેનાએ શ્રીલંકા સાથેના ભારતના આધ્યાત્મિક સંબંધોનો ઉલ્લેખ પણ કર્યો.

જોકે શિવસેનાની બુરખા પર બૅન લગાવવાની માંગનો ભાજપે વિરોધ કર્યો છે. ભાજપના નેતા અને પ્રવક્તા જીવીએલ નરસિમ્હાએ આ માંગનો વિરોધ કરતા કહ્યું કે ભારતમાં બુરખા બૅનની કોઇ જરૂર નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lf7AI0
via Latest Gujarati News

Post a Comment

0 Comments