જકાર્તા, તા. 1 મે 2019, બુધવાર
ઈસ્ટ એશિયાના દેશ ઈન્ડોનેશિયાની રાજધાની હાલમાં તો જર્કાતા છે પણ નજીકના વર્ષોમાં રાજધાનીનુ નામ બદલાઈ જાય તો નવાઈ નહી હોય.
આની પાછળનુ કારણ એ છે કે, જકાર્તા ધીરે ધીરે પાણીમાં સમાઈ રહ્યુ છે અને તેના કારણે ઈન્ડોનેશિયાની સરકારે રાજધાની બીજે ખસડેવાનુ નક્કી કર્યુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે નવી રાજધાની બનવવા માટે બોર્નિયો નામના ટાપુ પર આવેલી પલાનકોરાયા નામની જગ્યાનુ નામ સૌથી આગળ છે.
જકાર્તામાં એક કરોડ જેટલા લોકો રહે છે. દુનિયાના મોટા શહેરોની જેમ આ શહેરનુ તંત્ર ચાલે છે.લોકો નોકરી પર પણ જાય છે અને પાછા આવે છે.જોકે સૌથી મોટી સમસ્યા એ છે કે શહેરમાં રહેનારાઓના પગ નીચેથી જમીન સરકી રહી છે. દર વર્ષે આ શહેરનો 25 સેન્ટીમીટર હિસ્સો જમીનમાં સમાઈ રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં આ શહેરનો અઢી મીટર હિસ્સો જમીનમાં ધસી ચૂક્યો છે.
ઈન્ડોશનેશીયાની રાજધાની એવી જગ્યાએ છે જ્યાં 13 નદીઓ એક બીજાને પસાર કરે છે. જકાર્તા દળદળવાળી જગ્યાએ તો વસેલુ છે જ પણ તેની સાથે સાથે શહેરનો એક મોટો હિસ્સો પાણીમાં સમાઈ જાય તેવુ પણ જોખમ છે. અડધુ જકાર્તા દરિયાઈ સપાટીથી નીચે વસેલુ છે.
સરકારે હવે રાજધાની બીજે ખસેડવાના વિકલ્પ પર વિચારણા શરુ કરી છે. આ માટે મંત્રી મંડળની બેઠકમાં ત્રણ વિકલ્પો પર ચર્ચા થઈ છે. જેમાં રાજધાનીને જ બીજે વસાવવાનો વિકલ્પ પસંદ કરાયો છે.
રાજધાનીના સ્થળાંતરમાં 10 વર્થ લાગી શકે છે જેવુ ઈન્ડોનેશિયાના યોજના મંત્રી બ્રોજેનેગોરોનુ કહેવુ છે. તેમના કહેવા પ્રમાણે બ્રાઝિલ અને મ્યાનમાર જેવા દેશોએ પણ રાજધાની બદલી છે.
તાજેતરમાં થયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વિડોડોની પાર્ટીને જીત મળી છે. જોકે તેની સત્તાવાર જાહેરાત હજી સુધી થઈ નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GX3JeE
via Latest Gujarati News
0 Comments