
મેકિસકો, તા. 1 મે 2019, બુધવાર
પ્રેમમાં પાગલ પ્રેમીઓ વિચારી ના શકાય તેવી હરકતો કરતા હોય છે.
આ લિસ્ટમાં મેકિસકોના પચાસ વર્ષીય વ્યક્તિનુ ના્મ પણ જોડાયુ છે.જે પોતાની પૂર્વ પ્રેમિકાની જાસૂસી કરવા માટે તેના ઘરની નીચે સુરંગ ખોદી રહ્યો હતો અને આખરે પોલીસના હાથે પકડાઈ ગયો હતો.
પોલીસે તેને સુરંગમાંથી બહાર કાઢીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ તેને જેલમાં મોકલી અપાયો છે.
ઉત્તરી મેક્સિકોમાં બનેલી આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે 50 વર્ષનો વ્યક્તિ તેની પ્રેમિકા સાથે 14 વર્ષથી અલગ થઈ ગયો હતો. પ્રેમિકાએ તેના પર મારા મારવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી કોર્ટે તેને ગર્લફ્રેન્ડની આસપાસ નહીં ફરકવાનો આદેશ આપ્યો હતો. આમ છતા વ્યક્તિ માન્યો નહોતો અને પ્રેમિકાની જાસૂસી માટે તેના ઘરની નીચે સુરંગ ખોદવા માંડયો હતો.
મહિલાએ પહેલા તો ઘરની નીચેથી આવતા અવાજોને ગણકાર્યા નહોતા પણ જ્યારે અવાજ વધી ગયો ત્યારે તેણે જોયુ તો ઘરની નીચે સુરંગ દેખાઈ હતી અને તેમાં પૂર્વ પ્રેમી ફસાયેલો હતો.
મહિલાએ પોલીસને બોલાવી હતી. પોલીસે માંડ માંડ આ વ્યક્તિને બહાર કાઢ્યો હતો. જ્યારે તેને બહાર લવાયો ત્યારે તેના શરીરમાં પાણીનુ પ્રમાણ બહુ ઘટી ગયુ હતુ. તે બેહોશીની હાલતમાં હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WfQwT9
via Latest Gujarati News
0 Comments