આતંકવાદીઓ દેશમાં નબળી સરકારની રાહ જોઇ રહ્યાં છેઃ PM મોદી

અયોધ્યા, તા. 1 મે 2019, બુધવાર

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનો પ્રચાર જોરશોરપૂર્વક ચાલી રહ્યો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા પાસે આંબેડકરનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. રેલીમાં વડાપ્રધાને કહ્યું કે આ દેશના સ્વાભિમાનની ધરતી છે આ સ્વાભિમાન છેલ્લા પાંચ વર્ષમાં ઘણું વધ્યું છે. અમે દેશમાં દરેકને સાથે લઇને ચાલ્યાં છીએ જેમના ભરોસે એમે નવા ભારતનું સપનું સાકાર કરવા તરફ આગળ વધી રહ્યાં છીએ.

વડાપ્રધાન મોદીએ પોતાની સભામાં આતંકવાદી હુમલાનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે 2014 પહેલા ભારતની સ્થિતિ પણ શ્રીલંકા જેવી હતી. દેશમાં ઠેકઠેકાણે બોમ્બ વિસ્ફોટ થતાં હતાં. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં આતંકવાદી હુમલા ઘટ્યાં છે. આપણા પાડોશમાં આતંકવાદની ફેકટરી ચાલી રહી છે. આતંકવાદીઓ આપણા દેશમાં નબળી સરકારની રાહ જોઇ રહ્યાં છે. સાવધાની હટી કે દુર્ઘટના ઘટી.

વડાપ્રધાને કહ્યું કે દેશે સપા-બસપા-કોંગ્રેસની સચ્ચાઇ જાણવી જરૂરી છે. માયાવતીએ બાબાસાહેબના નામનો ઉપયોગ કર્યો પરંતુ તેમના આદર્શોનું પાલન ન કર્યું. સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ પણ રામ મનોહર લોહિયાના આદર્શોને માટીમાં મેળવી દીધાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vumDmm
via Latest Gujarati News

Post a Comment

0 Comments