શ્રીલંકા જેવા બોમ્બ ધડાકા ભારત અને બાંગ્લાદેશમાં કરવાની ISની ધમકી

નવી દિલ્હી, તા. 1 મે 2019, બુધવાર

શ્રીલંકા જેવા આતંકવાદી હુમલા ભારત અને બાંગ્લાદેશમાં કરવા માટે ઈસ્લામિક સ્ટેટ સક્રિય થયું છે.

આ માટે ઈસ્લામિક સ્ટેટે અબુ મહોમ્મ્દ અલ બંગાલી નામના આતંકવાદીને જવાબદારી આપી છે. ઈસ્લામિક સ્ટેટે હુમલાની ધમકી આપતુ એક પોસ્ટર હિન્દી, અંગ્રેજી અને બંગાળીમાં બહાર પાડ્યુ છે.

જેમાં લખ્યુ છે કે, તમને લાગતુ હોય કે બાંગ્લાદેશ અને ભારતમાં તમે ખલિફાના સૈનિકોને ચુપ કરાવી દીધા છે તો તમને જણાવી દઈએ કે અમે ક્યારેય ચુપ થવાના નથી, બદલો લેવા માટેની અમારી તરસ ક્યારેય નહી છીપાય.

ઈસ્લામિક સ્ટેટ દ્વારા ઢાકાના એક થીયેટર પાસે કરાયેલા સાધારણ બોમ્બ ધડાકાના એક જ દિવસ પછી આ પોસ્ટર બહાર પાડવામાં આવ્યુ છે. આ ધડાકો સોમવારે સાંજે સાડા સાત વાગ્યે થયો હતો.

ભારતની જાસૂસી એજન્સીઓ આ ઘટના પર નજર રાખી રહી છે. કારણકે એજન્સીઓનુ માનવુ છે કે, અસલી હુમલાના કાવતરા તરફ ધ્યાન ના જાય તે માટે આ પ્રયાસ હોઈ શકે છે. પશ્ચિમ બંગાળ કે બાંગ્લાદેશમાં શ્રીલંકા જેવો હુમલો થઈ શકે છે.

ગયા ગુરુવારે પણ આઈએસ સમર્થક એક ચેનલે બંગાળીમાં પોસ્ટર જાહેર કર્યુ હતુ કે, જેના પર લખાયુ હતુ કે, અમે બહુ જલ્દી આવી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wbpj45
via Latest Gujarati News

Post a Comment

0 Comments