નવી દિલ્હી, તા. 1 મે 2019, બુધવાર
લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવે ભાજપ પર જોરદાર હુમલો કર્યો છે. શરદ યાદવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાનો મુદ્દો ઉઠાવવા માટે ભાજપની આકરી ટીકા કરી છે. શરદ યાદવે કહ્યું કે ભાજપે રાજકારણને ઘણું તુચ્છ બનાવી દીધું છે.
શરદ યાદવે કહ્યું કે તેઓ ભાજપ દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાનો મુદ્દો ઉઠાવવાની આકરી નિંદા કરે છે. જ્યારે એનડીએને વિશ્વાસ થઇ ગયો કે તે સરકાર નહીં બનાવી શકે તો તે આવા મુદ્દા બજારમાં ફેલાવે છે. શરદ યાદવે કહ્યું કે તેમને એ કહેતા દુઃખ થઇ રહ્યું છે કે ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં રાજકારણને ઘણું તુચ્છ બનાવી દીધું. ભાજપ હંમેશા જુઠ્ઠાં વાયદા અથવા તો ખોટા મુદ્દામાં ગુંચવાયેલી રહે છે.
શરદ યાદવે કહ્યું કે સામાન્ય જનતાને આવી બાબતોથી કોઇ લેવાદેવા નથી. લોકોને બસ એનાથી મતલબ છે કે કોઇ પાર્ટી કે સરકાર તેમના કલ્યાણ અને વિકાસ માટે શું કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VADoeb
via Latest Gujarati News
0 Comments