પ્રિયંકા ગાંધીની હાજરીમાં બાળકોએ PM મોદી માટે કર્યો અભદ્ર શબ્દનો ઉપયોગ

નવી દિલ્હી, તા. 1 મે 2019, બુધવાર

લોકસભા ચૂંટણી માટેનો જંગ પરાકાષ્ટાએ છે.જોકે ચૂંટણી પ્રચાર વચ્ચે વાયરલ થયેલા એક વિડિયોએ રાજકીય તાપમાનનો પારો અનેક ડિગ્રી વધારી દીધો છે.

યુપીમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળનાર કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં બાળકો ચોકીદાર ચોર હૈ..ના નારા લગાવતા હોય તેવુ આ વિડિયોમાં જોવા મળે છે. જોકે ચોંકાવનારી વાત એ પછી બને છે. બાળકો મોદીને ગાળ આપતા નારા લગાવે છે અને પ્રિયંકા ત્યારે સામે જ ઉભા હોય છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ વિડિયો શેર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્મૃતિએ ટ્વીટ કર્યુ હતુ કે, વિચારો એક પીએમને કેટલુ સહન કરવુ પડી રહ્યુ છે. શું આ બાબતે દિલ્હીના લુટિયન્સમાં ગુસ્સો જોવા મળ્યો?

જોકે સ્મૃતિએ શેર કરેલો વિડિયો અધુરો છે. કારણકે એ વિડિયોના એ પછીના પાર્ટમાં બાળકો અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે છે તે જોઈને પ્રિયંકા ગાંધી તેમને આવુ નહી કરવા માટે ટોકતા જોવા મળે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZKYOEO
via Latest Gujarati News

Post a Comment

0 Comments