કંગના આદિત્ય વચ્ચેનો ઝઘડો વકર્યો

મુંબઇ તા.16  મે 2019 ગુરૂવાર

એક યા બીજા કારણે સતત વિવાદોના કેન્દ્રમાં રહેતી મોખરાની અભિનેત્રી કંગના રનૌત અને અભિનેતા આદિત્ય પંચોલી વચ્ચેના ઝઘડાએ નવો વળાંક લીધો છે. બંનેએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મુંબઇના અંધેરી ઉપનગરના વરસોવા પોલીસ સ્ટેશનના અધિકારીએ આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યંુ હતુું કે અમે બંને કલાકારોને પોલીસ સ્ટેશને હાજર થઇને પોતપોતાનાં નિવેદન નોંધાવવાનું કહ્યું છે.

ગયા મહિને કંગનાની બહેન રંગોલીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે આદિત્ય પંચોલીએ એક દાયકા અગાઉ જ્યારે કંગના મુંબઇમાં અને બોલિવૂડમાં સાવ નવી હતી ત્યારે એનો ગેરલાભ લીધો હતો અને એને એક ઓરડામાં પૂરી રાખીને એની સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું.

આ ફરિયાદની જાણ થતાં આદિત્યે વળતી ફરિયાદ નોંધાવી હતી અને એવો દાવો કર્યો હતો કે મને રેપના કેસમાં સંડોવી દેવાની ધમકી કંગનાના વકીલે મને આપી હતી. કંગનાની બહેને નોંધાવેલી ફરિયાદ બદઇરાદાભરી અને મને બદનામ કરનારી છે. કંગના, રંગોલી અને એમન વકીલ રિઝવાન સિદ્દીકીએ મને રેપના ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપી હતી.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJPcbj
via Latest Gujarati News

Post a Comment

0 Comments