અમેરિકામાં ભારતીય મૂળના ડોકટરને છેતરપિંડી કરવા બદલ નવ વર્ષની જેલ


(પીટીઆઇ) ન્યુયોર્ક, તા. 11 મે, 2019, શનિવાર

ગેરકાયદે પેનકિલર ગોળીઓ વહેંચી અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે છેતરપીંડી કરવા બદલ ભારતીય મૂળના એક ડોકટરને યુએસની કોર્ટે નવ વર્ષની જેલની સજા કરી હતી.

૬૬ વર્ષના પવનકુમાર જૈનને લાસ ક્રુસ, ન્યુ મેક્સિકોની  ફેડર કોર્ટે નવ વર્ષની સજા ફટકારી હતી જેમાં ત્રણ વર્ષનું જામીન મળ્યું હતું, એમ યુએસ એટર્ની જોન એન્ડર્સને કહ્યું હતું.અગાઉ જૈને ફેબુ્રઆરીમાં ગેરકાયદે નિયંત્રિત ગોળીઓ વહંેચાનો ગુનો ઔકબુલ્યો હતો.

પોતાના કબુલાતનામામાં જૈને કબુલ્યું હતું કે  તેને  ન્યુ મેક્સિકો રાજ્યમાં મેડિકલ પ્રેકટિસનો લાયસન્સ અપાયો હતો અને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનમાં પણ નોંધાયો હતો. 

તેને પેન કિલર સહિત અન્ય દવાઓ લખવાનો લાયસન્સ અપાયો હતો.જૈને એ પણ કબુલ્યું હતું કે અનેક વર્ષો સુધી તેણે હાઇ વોલ્યુમની પેન મેનેજમેન્ટ પ્રેકટિસ કરી હતી અને પોતાના રેકોર્ડમાં એ દવાઓના લાભ માટે કોઇપણ જાતના દસ્તાવેજ વગર  કેટલીય વખતે દર્દીઓની ઉપરછલ્લી પ્રેકટિસ કરી હતી.

જૈને ખાસ તો નવેમ્બર ૨૦૦૯માં એક દર્દીને તપાસ્યા હોવાની કબુલાત કરી હતી.તેણે કહ્યું હતું કે કાયદેસરના મેડિકલ પ્રેકટિસ માટે નહીં બદલે અન્ય હેતુ માટે મેથોડોનો તબીબી હેતુ ને માટે લખતા પહેલાં દર્દીનું ઉપરછલ્લું નિરિક્ષણ કર્યું હતું.

દરેક વખતે ૦સ એમજીની ૨૭૦ ગોળીઓ લખી દેતો હતો. જૈને આગળ પણ કબુલ્યું હતું કે તે જાણતો હતો કે ગેરકાયદે પ્રીસક્રિપ્શનને પૈસા લેવા માટે ફેડરલ હેલ્થ ઇન્શ્યોરેન્સ મેડિકેરમાં જમા કરાવવામાં આવશે. 

જૈનની કબુલાત અનુસાર, બીજી મેથાડોન લીધા પછી એક દર્દીનું મોત થયું હતું. સજા સુનાવણી વખતે રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર, દર્દી જૈને લખેલી મેથોડોનના કારણે ગુજરી ગયો હતો.ન્યુ મેક્સિકો મેડિકલ બોર્ડે જૂન ૨૦૧૨માં જૈનના લાયસન્સને રદ કર્યો હતો અને ડીસેન્બર ૨૦૧૨માં રિવોક કર્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WCrA8x
via Latest Gujarati News

Post a Comment

0 Comments