
35 વર્ષીય ધૃવ પટેલ 2013થી આ કોર્પોરેશનના સભ્ય
(પીટીઆઇ) લંડન, તા. 11 મે, 2019, શનિવાર
સિટી ઓફ લંડન કોર્પેરેશનને સૌથી મોટી ગ્રાન્ટ આપતી સ્વતંત્ર સંસ્થા સિટી બ્રિજ ટ્રસ્ટ કમિટીમાં પહેલી જ વાર કોઇ ભારતીય અને ગુજરાતી મૂળના ધૃવ પટેલ ચૂંટાયા હતા.
લંડનના નાણાકીય ગતિવિધીઓના ક્ષેત્રમાં સિટી હિન્દુ નેટવર્કના સ્થાપક ૩૫ વર્ષના ધૃવ પટેલ ૨૦૧૩થી સિટી ઓફ લંડન કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્ય છે.એલિસન ગૌમેનની ત્રણ વર્ષની મુદ્દત પુરી થતાં ૩૫ વર્ષના ધૃવ પટેલ ચૂંટાયા હતા.
સિટી બ્રિજ ટ્રસ્ટ કમિટી, બ્રિજ હાઉસ એસ્ટેટ નામની સિટી ઓફ લંડન કોર્પોરેશનની ભંડોળ આપતી સંસ્થા છે જે બ્રિટનના પાટનગરમાં વંચિત સમુદાયને સુવિધાઓ પુરી પાડવા દર વર્ષે બે કરોડ પાઉન્ડ ખર્ચે છે.'
બ્રિટનના નાગરિક સમાજની સૌથી મહત્ત્વની ટેકેદારો પૈકીની એક સંસ્થાનું નેતૃત્વ કરવું એ વિશેષ સિધ્ધી છે.અમે સૌ ભેગા મળીને લંડનના નાગરિક સમાજને સુખી થવા તકો આપવાનું ચાલુ જ રાખીશું અને ખાસ તો યુવાઓને તેમના જીવનમાં શક્ય એટલી તમામ સુવિધાઓ ઊભી કરીશું'એમ પટેલે કહ્યું હતું.
'સિટી બ્રિજ ટ્રસ્ટ કમિટીના ચેરમેન તરીકે સેવા આપવા મન મળેલી તક બદલ હું ખૂબ ગૌરવ અનુભવું છું. લંડનના સમાજમાં ના હોવી જોઇએ તે અસમાનતાને દૂર કરવા મારાથી જે કંઇ કરી શકાશે તે હું કરીશ'એમ વ્યવસાયે વેપારી એવા પટેલે કહ્યું હતું. આ સંસ્થાએ ૧૯૯૫થી એની સ્થાપના પછીથી ૮૦૦૦ લોકોને કુલ ૪૦ કરોડ પાઉન્ડની સહાય કરી હતી.ેસંકડો લંડનવાસીઓના જીવનમાં બદલાવ લાવવાના હેતુને પુરૃં કરવા સિટી કોર્પોરેશનને મદદ કરે છે.
'મને ખાતરી છે કે પટેલ આ કમિટીને નેતૃત્વ પુરૃં પાડવા શ્રેષ્ઠ કામગીરી કરશે. એક એવું પાટનગર છે જ્યાં દરેક જણ સુખી થાય તે માટે ભારે મહેનત કરવામાં આવે છે'એમ વિદા લઇ રહેલા ચેરમેન અલિસન ગૌમેને કહ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E3iZVp
via Latest Gujarati News
0 Comments