તમિલ ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચન અને નિર્માતા વચ્ચે બોલાચાલી થઇ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 મે 2019, શુક્રવાર

છેલ્લા થોડા સમયથી બિગ બીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે ધોતિયું અને ઝભ્ભામાં દેખાય છે. આ તસવીરો તમિલ ફિલ્મ 'ઉયરંથા મનિથન'ની છે, જેના દ્વારા  અમિતાભ બચ્ચન તમિલ ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છે.પરંતુ હવે આ ફિલ્મને લઇન ેએક નવી વાત આવી છે કે, અમિતાભ અને ફિલ્મ નિર્માતા વચ્ચે બોલાચાલી થતાં શૂટિંગ અટકી ગયું છે. 

કહેવાય છે કે, સેટ પર અમિતાભ અને ફિલ્મના નિર્માતા સુરેશ કનાન વચ્ચે મતભેદ થયા હતા. ત્યારે ત્યાં તાણભર્યું વાતાવરણ સર્જાયું હતું, અને શૂટિંગ અટકી પડયું, જે હજી માંડ શરૂ થયું હતું. જોકે ફિલ્મમાં અમિતાભના કો-સ્ટાર બનેલા એસજે સૂર્યાનું કહેવું છે કે, '' બિગ બી સાહેબ અને ફિલ્મની પ્રોડકશન કંપની વચ્ચે નાના-મોટા મતભેદ થયા છે. હું  આ ટેન્શનને દૂર કરી દઇશ. મેં  અને ફિલ્મના  દિગ્દર્શક તમિલાવનના અગાઉના વિવાદનો પણ  અંત આણ્યો છે. જેવી મારી ફિલ્મ 'મોન્સટર' રિલીઝ થશે, તેવો હું તરત જ મુંબઇ આવીને આ મુદ્દાઓ પર ચર્ચા કરીશ.''

થોડા દિવસો પહેલા ફિલ્મના સેટ પર અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હતો, અને બન્નેએ ત્યાં  મોકળાશ  અને શાંતિથી વાત કરી હતી. શૂટિંગ લોકેશન પર અભિષેકના આવ્યાની વાત અને બન્નેની સાથેની તસવીર બિગ બીએ શેય કરી હતી. જેમાં એસ જે સૂર્યા ઉપરાંત રામ્યા કૃષ્ણન પણ જોવા મળ્યા હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q9sYNt
via Latest Gujarati News

Post a Comment

0 Comments