સલમાનની આગામી ફિલ્મમાં કન્નડ અભિનેતા સુદીપ કિચ્ચા વિલનના પાત્રમાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 મે 2019, શુક્રવાર

સલમાન ખાનની 'દબંગ ૩' પર કામ શરૂ થઇ ગયું છે. હવે આમાં નવી વાત એ છે કે, આ ફિલ્મમાં કન્નડ ફિલ્મનો અભિનેતા સુદીપ કિચ્ચા વિલનનું પાત્ર ભજવવાનો છે. 

'' ફિલ્મમાં કિચ્ચા સુદીપ વલનની ભૂમિકામાં જોવા મળશે. જે રીતે સલમાનની મોટા ભાગની ફિલ્મોમાં હોય છે..તેમ 'દબંગ ૩'માં પણ જબરદસ્ત એકશન દ્રશ્યો છે. સલમાન અને સુદીનની એક બેયર બોડી ફાઇટ સિકવન્સ હશે,'' તેેમ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યુ ંહતું.

કિચ્ચાએ પણ પોતાના ટિવટક એકાઉન્ટથી આ વાતને સમર્થન આપ્યું છે.

સલમાન ખાનની આ ફિલ્મમાં આ વખતે આઇટમ સોન્ગમાં હિરોઇન જોવા નહીં મળે. સલમાન પોતે જ આઇટમ ગીત કરવાનો છે. આઇટમ ગર્લના સાથે આઇટમ બોયની એન્ટ્રી થવાની છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w5c6hE
via Latest Gujarati News

Post a Comment

0 Comments