
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 મે 2019, શુક્રવાર
અનિલ કપૂર અને શેખર કપૂર વચ્ચે તાજેતરમાં એક મુલાકાત થઇ હતી. આમાં બન્નેએ એક નવા પ્રોજેક્ટ પર વાતચીત કરી હતી. તેથી લોકોમાં કુતૂહલ છે કે, તેઓ ફરી મળીને 'મિ. ઇન્ડિયા' જેવો જાદુ ફરી પાથરવાની તૈયારી કરી રહ્યા છે.
શ્રીદેવીના નિધન બાદ મિ. ઇન્ડિયાની સીકવલની યોજના પડતી મુકાઇ ગઇ હતી. પરંતુ અનિલ અને શેખર કપૂરની હાલની મુલાકાતે આ યોજના ફરી ચર્ચામાં આવી છે. અનિલ કપૂરે તાજેતરમાં સોશ્યિલ મીડિયા પર એક તસવીર મુકી હતી. જેમાં શેખર કપૂર અનિલની હેટ સરખી કરતો જોવા મળે છે. સાથે અમિલ કેપ્શન પણ લખ્યું છે. '' હું અને શેખર કપૂર એક નવા પ્રોજેક્ટ પર વાતચીત કરી રહ્યા છીએ. અમે ભૂતકાળમાં 'મિ. ઇન્ડિયા' દ્વારા રૂપેરી પડદે જે જાદુ કર્યો હતો તેવો જ પાછો કરવાની યોજના કરી રહ્યા છીએ. ''
શેખર કપૂર ૧૯૮૭ની ફિલ્મ 'મિ. ઇન્ડિયા' નો દિગ્દર્શક હતો. આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે શ્રીદેવીની જોડી હતી. ૨૦૧૨માં બોનીએ 'મિ. ઇન્ડિયા'ની સિકવલની ઘોષણા પણ કરી હતી. પરંતુ શ્રીદેવીના નિધન બાદ આ ફિલ્મ અભેરાઇએ ચડી ગઇ. આ ફિલ્મ સાથે જોડાયેલા બે મહત્વના પાત્ર શ્રીદેવી અને અમરીશ પુરી હવે રહ્યા નથી. તેથી ફિલ્મસર્જકને થયું હતુ ંકે, આ પાત્રો વિના આ ફિલ્મ બનાવવાની શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મથી અનિલ કપૂરની કારકિર્દી પાટે ચડી હતી. શ્રીદેવીની કારકિર્દીની મહત્વની ફિલ્મ હતી.તેમાં વળી તેનું ' હવા હવાઇ અને કાટે નહીં કટતે ' ગીત લોકપ્રિય થયા હતા. અમરિશ પુરીએ 'મોગ્બો'નું પાત્ર ભજવ્યુ ંહતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wbJuDr
via Latest Gujarati News
0 Comments