
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 મે 2019, શુક્રવાર
બોલીવૂડમાં હાલ ચાર હાઇપ્રોફાઇલ લગ્ન થયા છે. જેમાં અનુષ્કા-વિરાટ, સોનમ-આનંદ, દિપીકા-રણવીર અને પ્રિયંકા-નિકનો સમાવેશ થાય છે. આમાંથી સોનમને માતા બનવાની ઉતાવળ હોય એવી એટકળ થઇ રહી છે.
કપૂર પરિવારની નિકટના સૂત્રે જણાવ્યુ ંહતુ ંકે, ''સોનમ હવે નવી ફિલ્મો સાઇન નથી કરી રહી. તે નથી ઇચ્છતી ક ેસગર્ભાવસ્થાને કારણે તેના કામમાં કામ ખોરવાઈ જાય સોનમ અને આનંદમાંથી સોનમ જ પરિવાર શરૂ કરવા પર દબાણ કરી રહી છે. તે જેમ બને તેમ જલદી પરિવાર શરૂ કરવા માંગે છે.તેથી જ સોનમ હાલ નવા પ્રોજેક્ટમા ંરસ લેતી નથી. તે પોતાની એનર્જી અને સમય અંગત જીવનમાં માતા બનવા માટે રાખી રહી છે.'' સોનમ અને આનંદની ગણના સુખી યુગલોમાં થાય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QcgrJ7
via Latest Gujarati News
0 Comments