
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 મે 2019, શુક્રવાર
સલમાન ખાનની 'ભારત' રીલિઝ થયા બાદ તે તરત જ પોતાની આગામી ફિલ્મ 'દબંગ ૩' સાથે વ્યસ્ત થઇજશે. થોડા દિવસો પહેલા એવી વાત જાણવા મળી હતી કે, આ ફિલ્મમાં સલમાન ખાન આઇટમ સોન્ગ કરવાનો છે. પરંતુ હવે આ ફિલ્મને લઇન ે નવી વાત બહાર આવી છે.
'દબંગ ૩'ને લઇને એક નવું અપડેટ આવ્યું છે. જેના પ્રમાણે આ ફિલ્મમાં મોની રોયની એન્ટ્રી થઇ ગઇ છે. આ ફિલમનું શૂટિંગ હાલ મુંબઇના એક સ્ટુડિયોમાં ચાલીરહ્યું છે. આ ફિલ્મના એક ગીતમાં મોની રોય પોતાની કાતિલ અદાઓ સાથે એક આઇટમ ગીત કરવાની છે. આ ગીતનું શૂટિંગ મુંબઇના વસઇના એક સ્ટુડિયોમાં થશે. આ ગીત માટેનો સેટ વસઇ સ્ટુડિયોમાં તૈયાર થઇ રહ્યો છે, આ બાદ આ ગીતનું શૂટિંગ તેમાં કરવામાં આવશે.
કહેવાય છે કે, આ ગીતમાં મોની સલમાન સાથે સેસી મૂવ્સ પરફોર્મ કરતી જોવા મળશે. જોકે મૌનીના ડાન્સની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.સોનાક્ષી હાલ આ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EgaNkO
via Latest Gujarati News
0 Comments