છબી મિત્તલે માતા બન્યાના ત્રીજા દિવસે પોસ્ટ કરી

મુંબઇ તા.18 મે 2019 શનિવાર

 ટીવી સ્ટાર છબી મિત્તલ બીજીવાર માતા બની હતી. માતા બન્યાના માત્ર ત્રીજા દિવસે એણે પ્રસુતિ સમયની મુશ્કેલીઓનું વર્ણન સોશ્યલ મિડિયા પર કર્યું હતું.

છબીએ પુત્રનું નામ અરહામ હુસૈન રાખવાની જાહેરાત પણ કરી હતી. પુત્ર જન્મના ત્રીજા દિવસે માતા પુત્રનો ફોટો સાથે મૂકીને છબીએ કેટલીક  મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો હતો. એણે લખ્યું હતું કે મારા પગમાં અને આમ તો આખા શરીરે સોજા ચડયા હતા. સ્પાઇનલ ટેપને કારણે એવું બન્યું હતું. એક કાને સંભળાતું બંધ થઇ ગયું છે. માથું તો એવું દુઃખે છે જાણે હમણાં ફાટી જશે. સ્પાઇનલ ટેપને કારણે આ બધું થયું.

છબીએ ઇન્સ્ટાગ્રામ પર વધુમાં લખ્યું કે મારે રોજ ઓછામા ઓછું પાંચ લિટર પાણી પીવાનું છે. વૉશ રૃમ જવામાં પંદર મિનિટ લાગે છે. સતત સુતાં રહેવું પડે છે. ક્યારેક તો ભોજન પણ સુતાં સુતાં લઉં છું.

એણે ઉમેર્યું કે અત્યારે તો હું કામ કરી રહી છું કારણ કે અરહામ સુતો છે એટલે શાંતિ છે. આ પીડા પણ જતી રહેવાની છે એની મને જાણ છે. પરંતુ જે કષ્ટો મેં સહન કર્યાં એ કદી ભૂલાશે નહીં. બહુ જલદી હું મારી બર્થ સ્ટોરી તમને કહીશ. ત્યાં સુધી ઇંતેજાર કરજો.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WOfOYQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments